નર્મદા : 62 પ્રજાતિના 1૦૦૦ પશુ-પક્ષીઓ જોવા મળશે એક જ સ્થળે, કેવડીયામાં જંગલ સફારીને મુકાશે ખુલ્લુ

Update: 2020-02-17 06:51 GMT

નર્મદા જીલ્લામાં સરદાર પટેલ ઝુલોજીકલ પાર્કને આવતી કાલે તા. ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૦થી પ્રાયોગિક ધોરણે પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે. જંગલ સફારીમાં ૬૨ પ્રજાતિના કુલ ૧૦૦૦ પ્રાણી-પક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કેવડીયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન સૌથી આશાસ્પદ પ્રોજેક્ટ સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક (કેવડીયા જંગલ સફારી) કે જે ૩૭૫ એકરમાં ફેલાયેલ છે, જયાં ૬૨ પ્રજાતિના કુલ ૧૦૦૦ પ્રાણી-પક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેને તા. ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૦થી સેંન્ટ્રલ ઝુ ઓથોરીટી, ન્યુ દીલ્હીની મંજુરી બાદ પ્રાયોગીક ધોરણે પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે.

કેવડીયા સ્થિત નિર્માણ પામેલ જંગલ સફારી પાર્કમાં સહેલાણીઓને ફરવા માટે ઈ-કાર્ટ અને ચાલતા ચાલતા જોવા માટેની સગવડ ઉભી કરવામાં કરવામાં આવી છે. અહી પ્રવાસીઓના આકર્ષણ માટે વન વિસ્તારનો અનુભવ થાય તે રીતે કુદરતી વાતાવરણ અને ખાસ વન વિસ્તારમાં ફરતા હોય તેવો અહેસાસ થઇ શકે તેવી રીતે સમગ્ર સફારી પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક વિસ્તાર સાત અલગ-અલગ એલિવેશનમાં છે, જે એંન્ટ્ર્ન્સ પ્લાઝાથી વાઈલ્ડએસ એંન્ક્લોઝર સુધી ફેલાયેલુ છે. જેમાં કુલ ૧૬ એંન્ક્લોઝરમાં જુદા-જુદા વન્ય પ્રાણીઓ રાખવામાં આવ્યા છે. આહિ આવતા પ્રવાસીઓ માટે સફારી પાર્કની ટીકીટ મેળવવાનો સમય સવારે ૮.૦૦ કલાકથી સાંજે ૫.00 કલાક સુધીનો તેમજ ઝુ બંધ કરવાનો સમય સાંજે ૬.૦૦ કલાકનો રાખવામાં આવ્યો

Tags:    

Similar News