ભાજપને “સમર્થન” : ભાવનગર ખાતે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ક્ષત્રિય-રાજપૂત સમાજનું સંમેલન યોજાયું...

ભાવનગર ખાતે ભાજપના સમર્થનમાં ક્ષત્રિય રાજપૂત સમાજનું ભવ્ય સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Update: 2024-05-04 08:25 GMT

ભાવનગર ખાતે ભાજપના સમર્થનમાં ક્ષત્રિય રાજપૂત સમાજનું ભવ્ય સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યની અનેક બેઠકો પર ભાજપને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ, ક્ષત્રિય સમાજ અને ભાજપ સંગઠન કે, અન્ય હોદ્દા પરના આગેવાનોને સાથે રાખી સમાજનો રોષ ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં ખૂબ સફળતા પણ મળી રહી છે, ત્યારે ભાવનગરના સીદસર રોડ પર ક્ષત્રિય રાજપૂત સમાજનું ભવ્ય સંમેલન યોજાયું હતું. સી.આર.પાટીલ, વજુ વાળા, ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયું હતું. આ તકે સી.આર.પાટીલે સ્વખર્ચે ભાજપના સમર્થનમાં સંમેલન યોજવા બદલ આભાર માની કહ્યું કે, ક્ષત્રિય-રાજપૂત સમાજ કટિબદ્ધતાથી ભાજપ સાથે રહ્યો છે, જે માટે હું સમાજનો આભાર માનું છે, જ્યારે પૂર્વ નાણા મંત્રી અને ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણી વજુ વાળાએ કહ્યું કે, ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવી એ ક્ષત્રિયના લોહીમાં રહેલું છે, જ્યારે નરેન્દ્ર મોદી પણ ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરી રહ્યા છે, ત્યારે વડાપ્રધાનને સમર્થન આપવા આજે અમો અહીં ભેગા થયા છીએ, જ્યારે પરસોત્તમ રૂપાલા મુદ્દે કહ્યું કે, સમાજની માફી માંગવાની હતી. તે તેમણે માંગી લીધી છે. જેથી હવે રોષની કોઈ વાત જ નથી. કોઈ જગ્યા પર હજુ સમાજના લોકો વિરોધ કરી રહ્યા હશે તો તેઓ પણ આજે નહીં તો કાલે સમજીને સદભાવ રાખશે. આ પ્રસંગે પૂર્વ નાણા મંત્રી વજુ વાળા, ઉમેદવાર નિમુ બાંભણીયા, સાંસદ ભારતી શિયાળ, ધારાસભ્યો તેમજ વિશાળ સંખ્યામાં ક્ષત્રિય-રાજપૂત સમાજના પુરુષ, મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News