ભરૂચ: ગાયત્રી નગરમાંથી ભાડુઆતના 3 મોબાઈલ ફોનની ચોરી, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ગાયત્રી નગરમાંથી અજાણ્યો ઈસમ ભાડુઆતોના ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 35 હજારનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો

Update: 2024-05-04 08:09 GMT

ભરૂચના એકતા નગર પાસે આવેલ ગાયત્રી નગરમાંથી અજાણ્યો ઈસમ ભાડુઆતોના ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 35 હજારનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો

ભરુચ શહેરના એકતા નગર સ્થિત ગાયત્રી નગરમાં આવેલ મકાન નંબર-1010ના પ્રથમ માળે ભાડુંથી રહેતા વરુણકુમાર રમેશ પટેલ,ભદ્રેશકુમાર પંડિત,મયૂરકુમાર નાથા પરમાર અને પાર્થ રાજેશ હીરવાણિયા,વિશાલ પંડિત ગત તારીખ-1લી મેના રોજ પોતાના રૂમ પર હતા તે દરમિયાન સવારના અરસામાં રૂમનો દરવાજો ખુલ્લો મૂકી મયુર પરમાર બહાર કોમન બાથરૂમમાં નાહવા માટે ગયો હતો તે વેળા અજાણ્યો ઇસમો રૂમમાં પ્રવેશ કરી અંદર રહેલ ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 35 હજારનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો મોબાઈલ ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News