નવસારી : હીરાના વેપારીની કારનો પીછો કરી ત્રણ લૂંટારુઓ 60 લાખના હીરા લૂંટી ફરાર

Update: 2020-01-22 06:02 GMT

લૂંટ, ચોરી, મર્ડર જેવા ગુનાઓ હવે છાશવારે બની રહ્યા છે. જોખમ લઈને જતા વ્યક્તિના જીવનો જોખમ વધી રહ્યો છે. લોકો હવે સુરક્ષિત નથીના બનાવો બનતા રહ્યા છે આવો જ એક લૂંટનો બનાવ નવસારી શહેરમાં બન્યો છે.

નવસારી શહેરના સાંઢકુવા વિસ્તારમાં આવેલ જૈન દેરાસર પાસે એક હીરાના વેપારીને ત્રણ જાણભેદુઓ પોતાની લૂંટની કરતબ બતાવીને ફરાર થઈ ગયા હતા. સાંજે લગભગ 7 વાગ્યાના સમયે ત્રણ બાઇક સવાર હીરાના વેપારી સુરેશ શાહની ગાડીનો પીછો કરીને અકસ્માત સર્જ્યો હતો જેને લઈને ફરિયાદીને નીચે પડી જવાથી ઇજા થઇ હતી.જેની ગણતરીની મિનિટોમાં બાઇક સવાર લૂંટારું પવનવેગે છું થઈ ગયા હતા.જેને લઈને સમગ્ર વિસ્તાર અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં ચકચાર મચી જવા પામી છે.

જૈન મંદિરની પાસે ભરચક રહેણાંક વિસ્તારમાં લૂંટારુઓ પોલીસ અને પ્રજાને ચેલેન્જ આપીને લૂંટની ઘટનાને અંજામ આપી રફુચક્કર થઈ ગયા છે જોકે ઘટનાની જાણકારી મળતા જિલ્લા પોલીસ કાફલો ઘટના સ્થળે પોંહચીને તપાસ શરૂ કરી છે. સીસીટીવીની મદદથી જિલ્લા અને અન્ય નજીકના જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે. કુલ 60 લાખના બેગમાં મુકેલ હીરાની લૂંટ ચલાવી ત્રણ ઈસમો બાઇક લઈને ગુમ થઈ ગયા છે પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસની ગતિ તેજ કરી છે.

Similar News