નવસારી : જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓમાં હાથ ધર્યું સરપ્રાઈઝ ચેકીંગ, જાણો શું છે કારણ..!

Update: 2021-01-19 11:52 GMT

શાળા સંચાલકો હવે થાવ સાવધાન, અગર સરત ચૂક કરી કાચું કાપ્યું તો તમારી ખેર નથી. આવા કડક શિક્ષણાધિકારી છે નવસારી જિલ્લાના… કોવિડ-19માં જો નીતિ નિયમો શાળા સંચાલકો ચુક્યા તો શાળાની માન્યતા રદ્દ કરી દેવાની ચીમકીઓ અપાઈ છે, ત્યારે નવસારી જીલ્લામાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝર માટે જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓમાં સરપ્રાઈઝ ચેકીંગ માટેની એક ટીમ બનાવી છે.

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં 11 વિદ્યાર્થીઓ શાળા શરૂ થયા બાદ કોરોના પોઝિટિવ આવતા સમગ્ર રાજ્યના શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે, ત્યારે નવસારી જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લાની 206થી વધુ શાળાઓ પર ચાંપતી નજર રાખવા માટે વિશેષ ટીમ બનાવી છે. જેમાં શાળા સંચાલકો પણ ભૂલ કરશે તો જે તે શાળા વિરુદ્ધ લાલઆંખ કરવામાં આવશે. શાળાઓમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે સેનેટાઇઝર પણ હોવું જરૂરી છે.

તો સાથે જ વિદ્યાર્થીઓ એક સાથે ટોળામાં ન ઉભા રહે તેની જાવબદારીઓ પણ શાળા સંચાલકોને સોંપવામાં આવી છે. જોકે જિલ્લા શિક્ષણાધિકારીના નિયમો કોઈ શાળા ચૂકે તો તે શાળાની બોર્ડની માન્યતા પણ રદ્દ થઈ શકે તેમ છે, ત્યારે મંગળવારના રોજ જિલ્લા શિક્ષણાધિકારીએ શહેરની 2 શાળાઓમાં આક્સ્મિક ચેકિંગ હાથ ધરી કડક સૂચનાઓ પણ આપી હતી.

Tags:    

Similar News