નવસારીના કાંઠા વિસ્તારમાં દરિયો બન્યો ગાંડો તુર

Update: 2019-06-12 07:14 GMT

વાયુ વાવાઝુડાની અસર આમતો દક્ષિણ ગુજરાતમાં ઓછી થવાની શક્યતાઓ છે પરંતુ સુરત વલસાડ અને નવસારી ના દરિયાઈ વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયો છે જેમાં નવસારી જિલ્લાના ૫૨ કિલોમીટર દરિયા ના ૨૪ ગામોને એલર્ટ કરાયા છે જેમાં સૌથી વધુ અસર જલાલપોર તાલુકામા આવેલ બોરસી માછીવાડ ગામને જે મોટી ભરતીમાં ગામોમાં દરિયાના પાણી ભરાઈ જતા મુશ્કેલીઓ વધારી રહ્યા છે ત્યારે આજે વાયુ વાવાઝોડું ત્રાટકશે તો શું દશા થશે જે ચર્ચા નો વિષય બન્યો છે જોકે સરક્ષણ દીવાલ બનાવવામાં આવી છે પણ દરિયાના તોફાની મોજાને કાબુમાં લાવી શકી નથી.

Similar News