નેપાળના PMનો ભારત પર સાંસ્કૃતિક દમનનો આક્ષેપ, ભગવાન રામને ગણાવ્યા નેપાળી

Update: 2020-07-14 06:58 GMT

ભારત અને નેપાળ વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે ત્યારે નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ એક વિવાદિત નિવેદન આપ્યુ છે. ઓલીએ એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં કહ્યુ ભગવાન રામ ભારતીય નહીં પણ નેપાળી છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે મૂળ અયોધ્યા ભારતમાં નહીં પણ નેપાળમાં છે.

ઓલીએ ભારત પર સાંસ્કૃતિક દમન કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. અને હકીકત સાથે ચેડા કરવામાં આવ્યા હોવાનુ કહ્યુ છે.

ઓલીએ વધુમાં કહ્યું કે અમારું હંમેશા એવું માનવું રહ્યું છે કે અમે રાજકુમાર રામને સીતા આપ્યા. પણ અમે ભગવાન રામ પણ આપ્યા છે. અમે રામ અયોધ્યાથી આપ્યા, પણ તે ભારતમાંથી નહીં. તેમણે દાવો કર્યો હતો કે અયોધ્યા કાઠમંડુથી 135 કિલોમીટર દૂર બીરગંજનું એક નાનુ ગામ થોરી હતું

Similar News