દાહોદઃ જિલ્લામાં શાળા-કોલેજોમાં બંધની કોઈ અસર નહીં, રહ્યો મોળો પ્રતિસાદ

Update: 2018-09-10 08:55 GMT

બંધને લઈને દાહોદમાં પોલીસને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી હતી, વિરોધ કરી રહેલા કાર્યકરોની થઈ અટકાયત

દેશમાં વધી રહેલી મોંઘવારીના પગલે આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવતાં દાહોદમાં પણ તેની અસર વર્તાયી હતી. દાહોદમાં પણ બજાર પણ બંધ રહ્યાં છે. તો કેટલીક જગ્યાએ કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધને મોળો પ્રતિસાદ સાંપડ્યો છે. તો દાહોદમાં સરકારી શાળા અને ખાનગી શાળાઓએ રાબેતા મુજબ ચાલુ રહી હતી. તો બંધને લઈને દાહોદમાં પોલીસને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. પોલીસ દ્વારા દાહોદ જિલ્લાનાં કોંગ્રેસ કાર્યકર્તાઓને દાહોદ બસ સ્ટેશન પાસેથી તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="64595,64596,64597,64598,64599,64600,64601"]

કોંગ્રેસ દ્વારા આજે સોમવારનાં રોજ અપાયેલા બંધને લઈને દાહોદ જીલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓના હતી. શાળાઓ ચાલુ રાખવાનો આ નિર્ણય લેવામાં આવ્યો હતો દાહોદ કલેકટર વિજય ખરાડી કહ્યું હતું કે, આજે તમામ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, બોર્ડનિગમની કચેરીઓ રાબેતા મુજબ ચાલું રહેશે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે દાહોદ પોલીસ અધિકારી સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. કાયદો હાથમાં લેશે તેમની સામે કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે.

કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનને પગલે પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ હતા. દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, દાહોદમાં 400 થી વધુ પોલીસ કર્મીઓ અને 40 થી વધુ પોલીસ અધિકારીઓ તથા SOG,ક્રામઈબ્રાંચ, મહિલા ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ સ્ટેન્ડ ટુ રહયા હતા. આ ઉપરાંત દાહોદમાં આવેલા સંવેદન વિસ્તારો પર પોલીસની બાઝ નજર સાથે પેટ્રોલીગ રાખવામાં આવી રહ્યું છે. ઘણી જગ્યાએ દાહોદ કોંગ્રેસ દવારા બંધને મોળો પ્રતિસાદ મળ્યો છે. જ્યારે દાહોદમાં ડી.પી.ઓ. એન.જી.વ્યાસ એ કહ્યું કહ્યું હતું કે, સરકારી શાળા અને ખાનગી શાળાઓએ રાબેતા મુજબ ચાલુ રહી હતી. અને પોલીસ દ્વારા દાહોદ જિલ્લા નાં કોંગ્રેસ કાર્યકર્તા ઓ ને દાહોદ બસ સ્ટેશન પાસેથી તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

Similar News