પંચમહાલ : દિવ્યાંગ ક્રિકેટ ટીમે સ્પેશિયલ ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ દેખાવ બદલ મેળવ્યો પ્રથમ ક્રમાંક

Update: 2019-12-22 06:37 GMT

ગાંધીનગરના રાયસણ ખાતે યોજાયેલ સ્પેશિયલ ખેલ મહાકુંભ રમતોત્સવમાં પંચમહાલ જિલ્લાની દિવ્યાંગ ખેલાડીઓની

ક્રિકેટ ટીમે ભાગ લીધો હતો. જેમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી સિદ્ધિ

મેળવવા બદલ તમામ દિવ્યાંગ

ખેલાડીઓને ભરપૂર શુભેચ્છાઓ

પાઠવાઈ હતી.

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે યોજવામાં આવતા ખેલ

મહાકુંભ રમતોત્સવને કારણે રાજ્યના વિવિધ ગ્રામિણ તાલુકા અને જિલ્લાના

વિસ્તારોમાંથી ખેલાડીઓ પોતાની પ્રતિભા થકી બહાર આવી રહ્યા છે. ખેલ મહાકુંભમાં હવે

દિવ્યાંગ ખેલાડીઓ પણ ભાગ લઈને પોતાની પ્રતિભા બતાવી રહ્યા છે, ત્યારે તાજેતરમાં ખેલ મહાકુંભ-૨૦૧૯ અંતર્ગત

દિવ્યાંગ ખેલાડીઓ માટે ગાંધીનગર જિલ્લાના રાયસણ ગામના નેશનલ લો યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંચમહાલ જિલ્લાના દિવ્યાંગ

ખેલાડીઓએ શ્રેષ્ઠ દેખાવ કરીને પ્રથમ ક્રમ મેળવ્યો હતો. આ સિદ્ધિ મેળવવા બદલ

પંચમહાલ જિલ્લાની દિવ્યાંગ

ક્રિકેટ ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Tags:    

Similar News