પાટણ : પાલનપુર ન.પા.ના પુર્વ પ્રમુખનો નાપાસ પુત્ર અચાનક થઇ ગયો પાસ, જુઓ કોણ છે જાદુગર

Update: 2021-03-26 08:32 GMT

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ફરી આવી વિવાદમાં આવી છે. કૌભાંડ સામે આવતા જ કુલપતિ ભુર્ગભમાં ઉતરી ગયા છે. વર્ષ ૨૦૧૮માં લેવાયેલ MBBSના પ્રથમ વર્ષની પરીક્ષામાં નાપાસ થયેલાં ત્રણ વિદ્યાર્થીઓ નાપાસ થયાં હતાં. નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ ગુણચકાસણી માટે અરજી કરી હતી જેમાં ત્રણેય છાત્રો પાસ થઇ ગયાં હતાં.

આ છાત્રો ભાજપના આગેવાનોના સંતાનો હતાં. ગુણ ચકાસણી દરમિયાન કેટલીક શંકાઓ યુનિવર્સિટીના EC મેમ્બરને ઘ્યાને આવી અને રી-એસેસમેન્ટમાં પાસ કરેલ વિઘાર્થીઓની પ્રક્રિયા મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. આખી ઘટનાની તપાસ માટે સમિતિ બનાવવામાં આવી હતી. જેના રીપોર્ટમાં રી એસેસમેન્ટમાં MBBSના ૩ વિઘાર્થીઓની ૧૧ જેટલી ઉત્તરવહીઓ બદલી નાંખી હોવાની ચોંકાવનારી વાતો કહેવામાં આવી છે.

HNGU યુનિવર્સિટીની વર્ષ ૨૦૧૮માં લેવાયેલ MBBS પ્રથમ વર્ષની પરીક્ષામાં રી એસેસમેન્ટમાં નાપાસ છાત્રોને પાસ કરી દેવાના કૌંભાડથી સમગ્ર યુનિવર્સિટી અને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કેમ કે જે વિઘાર્થીઓને ઉત્તરવહીઓ બદલીને પાસ કરી દેવામાં આવ્યાં છે. તે કોઇ સામાન્ય વ્યકિતઓના સંતાન નથી. પરંતુ ભાજપના આગેવાનોના સંતાનો હોવાનું સામે આવ્યું છે. જે પૈકી હાલમાં જે રીતે એક વિઘાર્થીનુ નામ સામે આવ્યું છે તે નામ છે .

પાર્થ અશોકકુમાર મહેશ્વરી. પાર્થ મહેશ્વરીની માતા પાલનપુર નગરપાલિકાના પુર્વ પ્રમુખ છે તેમજ હાલમાં વોર્ડ નંબર ૦૧ ના વોર્ડ સભ્ય છે અને પાલનપુર નગરપાલિકાના દંડક પણ છે. રાજકારણીઓએ યુનિવર્સિટીના કર્મચારીઓ પણ દબાણ બનાવી તેમના નાપાસ થયેલાં સંતાનોને પાસ કરાવી દીધાં હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે.

HNGU યુનિવર્સિટીના કુલપતિ ડો. જે જે વોરા ભુર્ગભમાં ઉતરી જતાં કૌભાંડમાં તેમની સામે શંકાની સોય ચિંધાઇ રહી છે. જયારે ઉત્તરવહીઓ બદલવામાં આવી તે તે સમયગાળા દરમ્યાન ડો. જે જે વોરા પોતે કેમીસ્ટ્રી વિભાગના ડીન હતા અને તેમની જ સહીથી આ વિઘાર્થીઓને પાસ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે પાસ કૌંભાડમા યુનિવર્સિટીને લાંછન લગાવનારા અધિકારીઓ ભુગર્ભમાં ઉતરી તો ગયા છે પરંતુ પાસ કૌંભાડનો રેલો તેમને બહાર લાવવા ચોક્કસ મજબૂર કરશે તો નવાઈ નહિ. બીજી તરફ ગેરરીતીથી પાસ થઇ તબબી બનાનારા છાત્રો દર્દીઓના જીવ સામે પણ જોખમ ઉભું કરશે તેમાં કોઇ બે મત નથી.

Similar News