પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ખાતે હેકાથોનનું કરાયું આયોજન

Update: 2019-05-20 05:47 GMT

ગુજરાત શિક્ષણ બોર્ડ (ગાંધીનગર), SSIP, GKSના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ સ્થિત પંડિત દીનદયાળ પેટ્રોલીયમ યુનીવર્સીટી ખાતે ગત તા: ૦૬/૦૪/૨૦૧૯ના રોજ ગુજરાત ઇન્ડસ્ટ્રરીઅલ હકાથોન નુ આયોજન કરવામાં આવેલું હતુ જેમા સતત ૩૬ કલાક કામ કરવાનુ હતુ. તે અંતર્ગત સાલ ઇજનેરી કેમ્પસ કોમ્પ્યુટર એન્ડ એન્જીનીયર ડિપાર્ટમેન્ટમાંથી સ્માર્ટ IO ટીમનું સિલેકશન કરવામાં હતું.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="95358,95359"]

આ ટીમ દ્વારા ગાંધીનગર તેમજ અન્ય સ્માર્ટ સીટી માટે માનવ રહિત Autonomous Parking Solutionનો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ ન માત્ર પાર્કિંગ કરવામાં મદદરૂપ થશે, આ ઉપરાંત વાહનોતેમજ ગુના કરીને નાસી છૂટેલ ફરાર આરોપીને પકડવા માટે મદદ કરશે. આ પ્રોજેક્ટની મદદથી ૮૦% વીજળીની પણ બચત શક્ય છે. આ પ્રોજેક્ટના ઉપયોગથી ઓછી જગ્યામાં વધુ વાહનો પાર્ક કરી શકાશે સાથેસાથે સમયની પણ બચત થશે. ભવિષ્યમાં આ પ્રોજેક્ટનો ઉપયોગ સ્માર્ટ સીટીની પોલીસી બનાવામાં ઉપયોગમાં લેવાશે.

Similar News