રાજકોટ : ખુલ્લામાં ફાયરિંગ કરનાર 7 આરોપીઓની ધરપકડ

Update: 2020-06-21 10:11 GMT

રાજકોટ શહેરમાં સરેઆમ ફાયરિંગ કરી વાહનોમાં તોડફોડ કરનાર નબીરાઓ સામે પોલીસે તવાઈ બોલાવી છે. થોરાળા પોલીસે ઇમ્તિયાઝ ઉર્ફે લાલા સહિત સાત સખ્શોની ધરપકડ કરી છે.

રાજકોટ શહેરનું નામ અવારનવાર ગુનાખોરીના કારણે મીડિયામાં ચમકતું રહે છે. રાજકોટમાં સરેઆમ ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો. ફાયરિંગમાં સંકળાયેલા અસામાજીકો પર પોલીસે તવાઈ બોલાવી છે. થોરાળા પોલીસે ફાયરિંગ અને વાહનોમાં તોડફોડ કરનાર ઈમ્તિયાઝ ઉર્ફે લાલા સહિત 7 સખ્સોની ધરપકડ કરી છે. જ્યારે હજુ ચાર સખ્શોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે. 

રાજકોટના ભાવનગર રોડ પર આવેલ બેડીપરા ફાયર સ્ટેશન નજીક બુધવારે મોડી રાતે મોહસીન ઉર્ફે ચીનલો કુરેશી સહિત બે યુવક ઉપર હત્યાના ઇરાદે ફાયરીંગ તેમજ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. આ સીસીટીવી ફૂટેજ છેલ્લા ત્રણ દિવસથી સોશીયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ત્યારે બના ની જાણ થતાં થોરાળા પોલીસે બનાવને અંજામ આપનારા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત પોલીસે નામચીન ઈમ્તિયાઝ ઉર્ફે લાલો અને તેના છ સાગરીતોની ધરપકડ કરી લીધી છે. 

પોલીસ ઇન્સ્પેકટર જી.એમ. હડિયાના જણાવ્યા પ્રમાણે, ત્રણ દિવસ પહેલા ઈમ્તિયાઝ ઉર્ફે લાલો તેના સાથીમિત્રો સાથે બે યુવકો ઉપર અભદ્ર ભાષાનો પ્રયોગ કરી સોડા બોટલના ઘા કરી રિવોલ્વર દ્વારા ફાયરિંગ પણ કર્યું હતું. સાથે વાહનોમાં તલવાર અને લાકડીઓ દ્વારા તોડફોડ પણ કરી હતી. સમગ્ર બનાવ પાછળ મૂળભૂત કારણ થોડા દિવસ પૂર્વે બને પક્ષોના સભ્ય વચ્ચે થયેલ બોલાચાલી જવાબદાર છે. પોલીસે ગુનામાં વપરાયેલ હથિયારો કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

Tags:    

Similar News