રાજકોટ : મા-બાપે ત્યજી દીધેલી બાળકી રકતરંજિત હાલતમાં મળી હતી, જુઓ શું છે તેની સ્થિતિ

Update: 2020-03-08 11:13 GMT

માતા અને પિતાની ક્રુરતાનો ભોગ

બનેલી અંબા છેલ્લા 15 દિવસથી

જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે ત્યારે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે રાજકોટના પોલીસ

કમિશ્નરે અંબાની મુલાકાત લીધી હતી. 

આપણે ત્યાં એવું કહેવાય છે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ જનનીની જોડ સખી નહી જડે રે લોલ... એક માતા પોતાના સંતાનો માટે પોતાનો જીવ પણ આપી દેતી હોય છે. પરંતુ જ્યારે જન્મ આપનાર માતા જ પોતાની બાળકીને મરવા માટે છોડી દે તો પછી કહેવું જ શું. રાજકોટમાં થોડા દિવસ પહેલા મહીકા અને ઠેબચડા ગામ ની વચ્ચે એક નવજાત તરછોડાયેલી દીકરી મળી આવી હતી. 108 ની ટીમ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી ત્યારે તરછોડાયેલી દીકરી રક્તરંજિત હાલતમાં હતી. 108 ની ટીમ દ્વારા પ્રથમ તો આ દીકરીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જે બાદ વધુ સારવાર અર્થે દીકરી ને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ દીકરી માટે ખાનગી હોસ્પિટલની બહાર એક બોર્ડ લગાવવામાં આવ્યું છે જે બોર્ડમાં લોકો આ દીકરી માટે પ્રાર્થનાઓ લખી રહ્યા છે. તો બીજી તરફ આ દીકરી માટે સહાયનો ધોધ પણ વહી રહ્યો છે.

તો બીજી તરફ આ દીકરી સાજી થતા જ તેનો કબજો સંભાળવા તેની દેખભાળ રાખવા રાજકોટ કાઠિયાવાડ બાલાશ્રમ સજ્જ હોવાનું જણાવી રહ્યા છે.

Tags:    

Similar News