રાજકોટ ગ્રામ્ય એસોજીએ ગાંજાના જથ્થા સાથે રિક્ષાચાલકને ઝડપી પાડ્યો

Update: 2019-07-14 13:15 GMT

છેલ્લા કેટલાય સમયથી સૌરાષ્ટ્રમાં નશાનો કાળો કારોબાર થતું હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાજકોટ ગ્રામ્ય એસોજી દ્વારા ગાંજા ના જથ્થા સાથે રીક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રીક્ષા ચાલક પાસે રહેલ રિક્ષા તથા ગાંજો મળી ને કુલ ૧.૧૨ લાખ ની મત્તા કબજે કરી આકરી પુછપરછ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે ગોંડલ નો શખ્સ દિપક ચૌહાણ ગાંજાનાં જથ્થા સાથેની ડીલેવરી કરે તે પહેલાં ધોરાજીના ઝનાના હોસ્પિટલ ગ્રાઉન્ડ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસે અઠવાડીયા અગાઉ પણ પાંચ પીર વાડી ની દરગાહ પાસે બહારપુરા વિસ્તારમાં એક રહેણાક મકાન માંથી ગાંજાના જથ્થા સાથે મહિલાની ધરપકડ કરી હતી. આમ નશાના કાળા કારોબરનો બીજી વાર પર્દાફાશ કરવામાં આવ્યો છે. આમ હજું આવનારા દિવસોમાં અન્ય ધોરાજીનાં વિસ્તાર માંથી નસીલા પદાર્થ મળે તો નવાઈ નહીં ધોરાજી નસીલા પદાર્થો વેચનારનું હાલ હબ બની ગયું હોય તેવું વર્તાઈ રહયું છે.

Similar News