રાજકોટ : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં થઈ ગોંડલીયા મરચાની અઢળક આવક, યાર્ડનું પટાંગણ પણ ટૂંકું પડ્યું

Update: 2021-02-08 16:57 GMT

રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલીયા મરચાની અઢળક આવકથી આખેઆખું યાર્ડનું પટાંગણ, શેડ અને ગોડાઉન ટૂંકા પડ્યા હતા.

સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ગોંડલીયા મરચાની મબલખ આવક થતાં તેમાં 70 હજારથી પણ વધુ ભારીની આવક નોંધાઇ હતી. ગોંડલ માર્કેટિંગમાં હરાજી માટે આવતા ખેડૂતોને 2000/- થી લઈને 3500/- રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. જોકે મરચાની મબલખ આવકના પરિણામે યાર્ડનું પટાંગણ, શેડ અને આખેઆખું ગોડાઉન ટૂંકું પડ્યું હતું, ત્યારે માર્કેટિંગ યાર્ડની બહાર ખાનગી માલિકીના ખેતરમાં આશરે 20 હજારથી પણ વધુ મરચાની ભારી રાખવાની માર્કેટિંગ યાર્ડના સંચાલકોને ફરજ પડી હતી.

Tags:    

Similar News