વડોદરા : કરજણના પાંજરાપોળમાં પશુઓને શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા રસ પીરસાયો, ગાયોના મોઢા પર સુખદ હાવભાવ જોવા મળ્યો

વડોદરામાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 3 વર્ષથી નિઃસહાય વૃદ્ધોને નિયમિત સ્વાદિષ્ટ ભોજન સેવા આપવામાં આવી રહી છે.

Update: 2024-04-12 11:25 GMT

વડોદરામાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 3 વર્ષથી નિઃસહાય વૃદ્ધોને નિયમિત સ્વાદિષ્ટ ભોજન સેવા આપવામાં આવી રહી છે. તાજેતરમાં સંસ્થાના સ્થાપક નીરવ ઠક્કર દ્વારા પાંજરાપોળમાં રખાયેલા પશુઓને ડાઇનિંગ ટેબલ પર કેરીનો રસ જમાડવામાં આવ્યો છે.

વડોદરા શહેરમાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર દ્વારા વિવિધ સેવાકાર્ય કરવામાં આવી રહ્યા છે, ત્યારે સંસ્થાના સ્થાપક નીરવ ઠક્કરે જણાવ્યુ હતું કે, અમારી સંસ્થા દ્વારા કરજણ ખાતે આવેલી પાંજરાપોળમાં રાખવામાં આવેલા ગાયોને ગુણવત્તા સભર કેરીનો રસ જમાડવામાં આવ્યો છે. આ અંગે વીતેલા 15 દિવસથી અમારી ટીમ તૈયારી કરી રહી હતી. અંતે તાજેતરમાં સફળતા સાંપડી છે. સામાન્ય રીતે હમણાં ફ્રોઝન રસના ઉપયોગનું ચલણ વધુ છે. પરંતુ સંસ્થાના ઉદ્દેશ્ય અનુસાર ગાયો માટે તાજો જ કેરીનો રસ કઢાવવામાં આવ્યો હતો. વડોદરાથી ફૂડગ્રેડ કારબા ભરીને ઉનાળાની ગરમીમાં રસની ઠંડક જળવાઈ રહે તે માટે 500 કિલો રસ કરજણ લઈ જવામાં આવ્યો હતો. જોકે, ઠંડો કેરીનો રસ આરોગીને તમામ ગાયોના મોઢા પર સુખદ હાવભાવ જોવા મળ્યો હતો.

Tags:    

Similar News