રાજકોટ ઉપલેટામાં તાજા જન્મેલા બાળકને તરછોડનાર માતા-પિતાને કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી

ઉપલેટા પોલીસ મથકમાં તરછોડનારના માતા-પિતા સામે તુરંત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી

Update: 2024-02-03 14:27 GMT

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના પાટણવાવ રોડ ઉપર વર્ષ 2021માં ઢોર ચરાવતા એક માલધારીને પાટણવાવ રોડ પર આવેલ પોલીસ ચોકી પાસેના પુલ પાસેથી અવાવરૂ જગ્યામાં એક રડતું બાળક મળી આવ્યું હતું. જે બાદ આ મળી આવેલ બાળકને લઈને ઉપલેટા પોલીસ મથકમાં તરછોડનારના માતા-પિતા સામે તુરંત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ઉપલેટાની નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. જે બાદ કેસ કોર્ટમાં ચાલી જતાં ઉપલેટા નામદાર કોર્ટ દ્વારા આરોપીઓને સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે.

બાળકને તરછોડનાર પરપ્રાંતિય મજુર અને બાળકના સગા માતા-પિતાને બાળકને તરછોડી દેવાના ગુનાની અંદર પિતા તેમજ માતાને ગુનેગાર ઠરવ્યાં છે. જેમાં ફરિયાદ પક્ષે રજૂ થયેલ પુરાવાઓ અને દલીલોને ધ્યાને લઈ ઉપલેટાના મહેરબાન પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજ એ.એ. દવેએ IPC 317, 114ના ગુનામાં તાજા જન્મેલા બાળકને તરછોડી દેનાર માતા-પિતાને આરોપી જાહેર કરીને બે વર્ષની સજા અને રૂપિયા 5,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

Tags:    

Similar News