ઉપવાસમાં ઘરે બનાવી લો આ ટેસ્ટી અને હેલ્ધી દહીંની વાનગી, જાણો સિમ્પલ રેસિપિ

Update: 2021-08-19 12:37 GMT

ઉપવાસની સીઝન શરૂ થઈ છે આ સમયે કૂલ-કૂલ શ્રીખંડ ખાવો કોને પસંદ ન હોય. એમાં પણ જો પોતાના મનપસંદ ફ્લેવરનો શ્રીખંડ મળે તો-તો મજા પડી જાય.

શ્રાવણ માસના સમયે જો તમે પણ ઉપવાસ કરો છો તો શ્રીખંડ તમારા માટે બેસ્ટ સ્વીટ હોઈ શકે છે. નામથી જ તમારા મોંમાંથી પાણી છૂટી જશે અને તમે પોતાની જાતને રોકી નહીં શકો. ઓછા બજેટમાં, મનગમતા ફ્લેવરમાં અને ક્વોલિટીની ગેંરટી સાથે મળે તો કોને ન ગમે? તો બસ આજે જ ટ્રાય કરો સિમ્પલ અને સૌને પસંદ એવો કેસર શ્રીખંડ ઘરે જ સરળ રેસિપિ સાથે ફટાફટ બની જશે.

કેસર શ્રીખંડ બનાવવા માટેની સામગ્રી: 1 લીટર દૂધ, 50 ગ્રામ દહીં મોળુ, 200 ગ્રામ ખાંડ, 1 ચમચી જાયફળ પાવડર, 5 ગ્રામ ચારોળી, કેસર, ઈલાયચી.

કેસર શ્રીખંડ બનાવવાની રીત: સૌ પ્રથમ દૂધને ગરમ કરો. હવે એક કપમાં થોડુ દૂધ લઈ તેમાં કેસર ઓગાળી આ દૂધ સમગ્ર દૂધમાં મિક્સ કરો. દૂધ એકદમ ઠંડુ થાય કે તેમાં બે ચમચી દહીં ઉમેરી દો. હવે આ દૂધને ગાળી લો. પછી બધુ દહી દૂધમાં નાખી દો. જો તમે રાતે આવુ કરશો તો સવાર સુધી દહી તૈયાર થશે. હવે એક થાળી પર કોટન કપડુ પાથરો અને ઉપરથી દહીં પાથરી દો. ધીરે ધીરે દહીમાં રહેલુ પાણી નીકળી જશે લગભગ એક કલાક સુધી રહેવા દો જેથી દહીનું સંપૂર્ણ પાણી નીતરી જાય. હવે કપડાને દહી સાથે ઉચકી લો અને દહીને એક તપેલીમાં કાઢી લો. આ પ્રકારે તૈયાર થયેલા દહીને મસકો કહે છે. હવે આ મિશ્રણમાં ખાંડ નાખી મિક્સ કરો. ખાંડ ઓગળી જાય કે તેને ઝીણા કપડાં વડે ગાળી લો. ઉપરથી ઈલાયચી પાવડર, જાયફળ પાવડર, ચારોળી નાખી હલાવો. હવે શ્રીખંડને ઠંડુ કરવા મૂકો. તૈયાર ટેસ્ટી શ્રીખંડને ગરમા-ગરમ પૂરી સાથે પરોસો.

Tags:    

Similar News