સવારના નાસ્તામાં બનાવો અડદની દાળને બદલે રવાના ઢોસા, ઝટપટ થઈ જાશે તૈયાર...

સવારના નાસ્તામાં ઢોસા એ ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક વિકલ્પ છે.

Update: 2024-05-06 06:33 GMT

સવારના નાસ્તામાં ઢોસા એ ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક વિકલ્પ છે, પરંતુ મોટાભાગે તેને તૈયાર કરવામાં ઘણો સમય લાગે છે. અને ક્યારેક ઇન્સ્ટન્ટ મિક્ષ અથવા તૈયાર ખીરું પણ આવે છે, તેના પણ બનાવી શકાય છે, તેમય સવારના નસ્તમાં ઇડલી અને ઢોસાનો નાસ્તો સ્વાસ્થયવર્ધક ગણાય છે, તેથી, આજે અમે તમને રવાના ઢોસા બનાવવાની રીત શીખવવા જઈ રહ્યા છીએ, જેનું બેટર માત્ર અડધા કલાકમાં તૈયાર થઈ જાય છે અને તે પણ એટલા જ સ્વાદિષ્ટ હોય છે. તો ચાલો જાણીએ નાસ્તામાં રવાના ઢોસા બનાવવાની સરળ રેસિપી.

સામગ્રી :-

1 કપ રવો , 1 કપ દહીં, મીઠું, 2 ચમચી ઘઉંનો લોટ, 3/4 ચમચી દળેલી ખાંડ

બનાવવાની રીત :-

સૌ પ્રથમ એક બાઉલમાં રવો, ઘઉંનો લોટ, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખીને પીસી લો. ત્યાર બાદ આ મિશ્રણને એક બાઉલમાં કાઢી તેમાં દહીં નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં મિક્સ કરવા માટે થોડું પાણી ઉમેરો. હવે તેને 15-20 મિનિટ માટે બાજુ પર રાખો. ઢોસા બનાવવા માટે, નોન-સ્ટીક તવાને ગરમ કરો, તેમાં થોડું તેલ/માખણ ઉમેરો અને તેના પર ઢોસાનું બેટર રેડો. બેટરને ગોળાકાર આકારમાં ફેલાવો અને ધીમી આંચ પર પકાવો. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો. ઢોસાને ચટણી, સાંભાર સાથે સર્વ કરો અને સ્વાદિષ્ટ ઢોસાનો આનંદ લો.

Tags:    

Similar News