જો તમે એક જ પ્રકારનું બટેટાનું શાક ખાઈને કંટાળી ગયા હોવ તો આ વખતે ફુદીના બટેટા કરી ટ્રાય કરો.

બટેટાનું શાક એ દરેક ઘરમાં બનતું સૌથી પ્રિય શાક છે.

Update: 2024-04-18 07:04 GMT

લગભગ દરેકના ઘરે રસોડામાં બટેટા તો હોય જ છે અને તેમાય કોઈ પણ શાક બનાવીએ તેમાં બટેટાનો ઉપયોગ તો ખાસ કરવામાં આવે છે, અને બટેટાનું શાક એ દરેક ઘરમાં બનતું સૌથી પ્રિય શાક છે. આ નાના થી લઈને મોટા લોકોનું પ્રિય શાક છે. જો કે દરરોજ એક જ પ્રકારના શાકભાજી ખાવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જો તમે પણ આ જ પ્રકારના શાક ખાઈને કંટાળી ગયા હોવ તો આ વખતે ટેસ્ટી બટેટાની કરી ટ્રાય કરી શકો છો.

સામગ્રી :-

4 મધ્યમ કદના બટાકા (ટુકડામાં કાપેલા), 1 કપ તાજા સમારેલા ફુદીનાના પાન, 1 મોટી બારીક સમારેલી ડુંગળી, 2 છૂંદેલા ટામેટાં, 2-3 સમારેલા લીલા મરચા, 1 ચમચી આદુ-લસણની પેસ્ટ,1 ચમચી જીરું, 1 ચમચી સરસવ, 1 ચમચી હળદર પાવડર, લાલ મરચું પાવડર સ્વાદ મુજબ, 1 ચમચી ગરમ મસાલો, 1/2 ચમચી કોથમીર , મીઠું સ્વાદ મુજબ

બનાવવાની રીત :-

સૌ પ્રથમ મધ્યમ આંચ પર એક મોટી કડાઈમાં તેલ ગરમ કરો. પછી તેમાં જીરું અને સરસવ ઉમેરો અને હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો. આ પછી તેમાં આદુ-લસણની પેસ્ટ અને સમારેલા લીલા મરચા ઉમેરો. કાચી ગંધ અદૃશ્ય થઈ જાય ત્યાં સુધી તેને ફ્રાય કરો. પછી ટામેટાની પ્યુરી, મસાલા પાવડર અને મીઠું ઉમેરો. મસાલાને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી તેમાંથી તેલ અલગ થવા લાગે. હવે બટેટા ઉમેરો અને તેને મસાલામાં સારી રીતે શેકવા દો અને પછી લગભગ 5 મિનિટ સુધી પકાવો. આ પછી, બટાકાને ઢાંકવા માટે પૂરતું પાણી ઉમેરો અને મિશ્રણને ઉકાળો. ગેસની ફ્લેમ થોડી ઓછી કરી નાખો, ઢાંકી દો અને બટાકા નરમ થાય ત્યાં સુધી થવા દો લગભગ 10-12 મિનિટ. અને હવે તેમાં ફૂદીનાના પાન અને ગરમ મસાલો નાખીને 2-3 મિનિટ સુધી ચડવા દો. હવે ગરમ ગરમ પૂરી અથવા રોટલી સાથે સર્વ કરો.

Tags:    

Similar News