બાકી રહેલ પાલક પનીર સબજી માંથી બનાવો પુલાવ ,ખાવાનો સ્વાદ થઈ જશે બમણો

Update: 2021-09-05 08:36 GMT

આપણને હમેશાં ખાવામાં ચટપટો અને મશાલેદાર સ્વાદ પસંદ કરતાં હોઈએ છીએ, તો જાણીએ વધેલી આ મસાલેદાર વાનગીનો ઉપયોગ કઈ રીતે કરી શકાય.

સામગ્રી:-

બાકી રહેલ પાલક પનીર સબજી

2 કપ બાફેલા ચોખા

1 ચમચી ઘી

1 તેજ પાન

થોડું જીરું

આખા 4-5 કાળા મરીના દાણા

2 ઈલાયચી

2 બારીક સમારેલા લીલા મરચાં

મીઠું અને કાળા મરી પાવડર, સ્વાદ મુજબ

1 લીંબુનો રસ

બાકી રહેલ પાલક પનીર સબજી માંથી પુલાવ બનાવાની પદ્ધતિ:-

સૌપ્રથમ પેનમાં ઘી નાખો. તેમાં તમાલ પત્ર (તેજ પાન ) જીરું, કાળા મરી, લીલી ઈલાયચી અને લીલા મરચાં નાખીને સાતળી લો. અને સાતળિયા પછી હવે તેમાં પાલક પનીર ઉમેરો. પછી બાફેલા ચોખા ઉમેરો.

તેને સારી રીતે મિક્સ કરો. ઉપર મીઠું અને મરી પાવડર ઉમેરો. અને પાલક પનીરમાં પહેલેથી જ મીઠું છે, તેથી મીઠું કાળજીપૂર્વક ઉમેરો,હવે તેને થોડી વાર ઢાંકીને રાખો. લગભગ બે મિનિટ પછી, તેને ફરીથી ખોલો અને આ પુલાઓને હળવા હાથે હલાવો.હવે તેમાં લીંબુનો રસ ઉમેરી અને મિક્સ કરો.એક બાઉલમાં કાઢી અને ઉપરથી વધારાનું દેશી ઘી રેડો. ગરમ પાલક પનીર પુલાવને ડુંગળીના ટુકડા અને ઠંડા રાયતા સાથે સર્વ કરો. આ પુલાવમાં બારીક સમારેલી કોથમીર અને ફુદીનો ઉમેરો. લગભગ એક કપ જેટલી માત્રામાં બંને પ્રકારના પાંદડા ઉમેરો, અને આ પુલાવનો સ્વાદ બમણો થઈ જશે

Tags:    

Similar News