સાંજના નાસ્તા માટે પરફેક્ટ વિકલ્પ છે વડા, તો બનાવો ચા સાથે ખાવાથી મજા બમણી થઈ જશે.

ચા સાથે જો અડદની દાળના વડા હોય, તો અલગ જ મજા પડે,તો આવો જાણીએ આ સ્વાદિષ્ટ વડાની રેસીપી.

Update: 2024-01-31 11:28 GMT

આ શિયાળાની ઋતુમાં સાંજના સમયે થોડું ચટાકેદાર ખાવાનું મન થતું હોય છે, અને તેમાય સાથે મસાલાવાળી ચા હોય તો મજા જ પડી જાય, તો નાસ્તામાં અથવા સાંજના સમયે થોડીક ઓછી ભૂખ લાગી હોય તો કઈક અવનવા વિચારો આવે છે, જેમ કે ભેળ ખાઈ શકાય,પછી દાબેલી,વડાપાઉં,પૌહા, પરંતુચા સાથે જો અડદની દાળના વડા હોય, તો અલગ જ મજા પડે, તો આવો જાણીએ આ સ્વાદિષ્ટ વડાની રેસીપી...

સામગ્રી :-

ચણાની દાળ - 500 ગ્રામ, તેલ - 200 મિલી, અડદની દાળ - 100 ગ્રામ, ડુંગળી - 50 ગ્રામ, હિંગ - 1/4 ચમચી, કઢી પત્તા - 10 ગ્રામ, લીલા મરચા – 4, લાલ મરચું - સ્વાદ મુજબ, મીઠું - સ્વાદ મુજબ

વડા બનાવવાની રીત :-

સૌપ્રથમ અડદની દાળ અને ચણાની દાળને થોડીવાર પલાળી અને પછી ધોઈને બ્લેન્ડરમાં નાખીને ઘટ્ટ પેસ્ટ બનાવી લો. તેમાં થોડું પાણી ઉમેરીને જાડું દ્રાવણ તૈયાર કરો. ત્યારે બાદ એક બાઉલમાં બેટરને કાઢી તેમાં મીઠા લીમડાના પાન, સમારેલી ડુંગળી, મરચાં, મસાલા વગેરે નાખીને મિક્સ કરો. હવે પેનને મધ્યમ આંચ પર રાખો અને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરો. તેને હેલ્ધી બનાવવા માટે તમે તેને એર ફ્રાયરમાં પણ તૈયાર કરી શકો છો. આ રીતે તૈયાર છે વડા તો ચા સાથે અથવા ચટણી સાથે સર્વ કરી શકો છો.

Tags:    

Similar News