રિયા ચક્રવર્તીને આખરે એક મહિના પછી બોમ્બે હાઈકોર્ટમાંથી મળ્યા જામીન

Update: 2020-10-07 07:37 GMT

સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં ડ્રગ્સના મામલે રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટે ગઈકાલે 6 ઓક્ટોબરના રિયાની જ્યુડિશિયલ કસ્ટડી 20 ઓક્ટોબર સુધી વધારી હતી. લોઅર કોર્ટમાં બે વાર અરજી નામંજૂર થયા બાદ રિયાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી, રિયા ચક્રવર્તીને બરાબર એક મહિના પછી બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા. એવી અપેક્ષા છે કે રિયા આજે બુધવારે સાંજ સુધીમાં છૂટી જશે. રિયાને જામીન મળવાના સમાચાર આવતાની સાથે જ સોશિયલ મીડિયામાં હલચલ મચી ગઈ છે અને આ સમાચાર પર વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે.

રિયાને સપ્ટેમ્બરના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રિયાના ભાઈ શૌવિક ચક્રવર્તીની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. રિયા સાથે સુશાંતના ઘરના મેનેજર સેમ્યુઅલ મીરાંડા અને સ્ટાફ દિપેશ સાવંતને પણ હાઇકોર્ટે જામીન આપ્યા છે.

બોમ્બે હાઈકોર્ટે રિયાની જામીન અરજી મંજૂર કરી દીધી છે. રિયાએ એક લાખ રૂપિયા જમા કરાવવાના રહેશે. રિયાએ પાસપોર્ટ પણ જમા કરાવવાનો રહેશે. રિયાએ મુંબઈ બહાર જવા માટે પણ મંજૂરી લેવી પડશે અને જ્યારે પણ પૂછપરછ માટે બોલાવાય ત્યારે હાજર રહેવું પડશે. રિયાના ભાઈ શોવિક તથા ડ્રગ પેડલર બાસિત પરિહારની જામીન અરજી કોર્ટે નકારી કાઢી છે.

30 દિવસથી જેલમાં બંધ રિયાની જ્યુડિશિયલ કસ્ટડી ગઈકાલે, 6 ઓક્ટોબરના રોજ પૂરી થઈ હતી. NCBએ રિયાની ધરપકડ 8 સપ્ટેમ્બરના રોજ કરી હતી. શોવિકને પણ 20 ઓક્ટોબર સુધી ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યો હતો.

સુશાંત સિંહના મૃત્યુ મામલે ત્રણ કેન્દ્રીય એજન્સીઓ સીબીઆઈ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની તપાસ કરી રહી છે. એઈમ્સના ફોરેન્સિક નિષ્ણાતોની એક ટીમ પણ બનાવવામાં આવી હતી, જેના વડા ડો.સુધીર ગુપ્તાએ મીડિયા અહેવાલોને જણાવ્યું હતું કે સુશાંતનું મોત હત્યા નહીં પણ આત્મહત્યા છે.

Tags:    

Similar News