સાબરકાંઠા : હિંમતનગર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો “પંચમ ઓલિમ્પિયાડ”, દેશભરના રમતવીરો રહ્યા હાજર

Update: 2020-01-04 12:10 GMT

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર ખાતે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ દ્વારા પંચમ ઓલિમ્પિયાડનું આયોજન કરાયું હતું, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પંચમ ઓલિમ્પિયાડનો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર સ્થિત સાબર સ્ટેડિયમ ખાતે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ દ્વારા પંચમ ઓલિમ્પિયાડનું આયોજન કરાયું હતું. જેમાં વહેલી સવારથી જ ભારતભરના અલગ અલગ રાજ્યમાંથી રમતમાં ભાગ લેવા માટે કુલ 2250 ખેલાડીઓ આવ્યા હતા. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પંચમ ઓલિમ્પિયાડ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય સાથે પ્રારંભ કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, ત્યારે સાબર સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ સ્થળે મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ઉપસ્થિત ખેલાડીઓને વિવિધ રમતોમાં ભાગ લેવા બદલ આશીર્વાદરૂપે પ્રવચન સાથે અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સંસદ સભ્ય દીપસિંહ રાઠોડ, ઇડરના ધારાસભ્ય હિતુ કનોડિયા, હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, સાબરકાંઠા જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક સહિતના આમંત્રિતો, મહેમાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Similar News