સાબરકાંઠા : પ્રાંતિજ ખાતે ચાઇનીઝ દોરી સાથે એક શખ્સ ઝડપાયો, ચાઇનીઝ દોરીનું હજી વેચાણ થતું હોવાની પોલીસને આશંકા

Update: 2021-01-10 10:36 GMT

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના એપ્રોચ રોડ ઉપરથી રાત્રીના સમયે ચાઇનીઝ દોરીની 12 ફીરકી સાથે એક શખ્સને SOG પોલીસે ઝડપી પાડ્યો હતો.

ઉતરાયણના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે પ્રાંતિજના બજારોમાં પતંગ અને દોરીનું વેચાણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાઇનીઝ દોરીના વેચાણ ઉપર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. જેમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કે ખરીદી કરવી નહી, ત્યારે પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર ચાઇનીઝ દોરીની 12 જેટલી ફીરકી સાથે અક્ષય વાધેલા નામના શખ્સને હિંમતનગર SOG પોલીસે ઝડપી પાડ્યો હતો. જેમાં આઇપીસી કલમ 188 મુજબ જી.પી.એkt કલમ 135 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે પ્રાંતિજ શહેરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોવાની આશંકાના પગલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Tags:    

Similar News