મુંબઇ-પુણે એક્સપ્રેસ પર શબાના આઝમીની કારનો ટ્રક સાથે થયો અકસ્માત

Update: 2020-01-18 14:27 GMT

ખાલાપુર ટોલનાકા પાસે અભિનેત્રી શબાના આઝમીનો કાર અકસ્માત

સોશિયલ મીડિયામાં આવતી ચર્ચા પ્રમાણે શબાના

આઝમીની કારનો અકસ્માત એક ટ્રક સાથે થયો છે. શબાના આઝમીની ગાડીએ પાછળથી ટ્રકને

ટક્કર મારી છે. સોશિયલ મીડિયા પર શબાના આઝમી અને અકસ્માત સ્થળની કેટલીક તસવીરો

વાયરલ થઈ રહી છે.

ફિલ્મ અભિનેત્રી શબાના આઝમીની ગાડી મુંબઇ પુણે

એક્સપ્રેસ વે પર અકસ્માત થયો છે. તે ક્યાંક જઈ રહી હતી. જો કે, મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ખાલાપુર ટોલનાકા પાસે અભિનેત્રી શબાના આઝમીનો

કાર અકસ્માત થઈ ગયો છે. તેને ઇજા થઈ છે અને તેને ગાડીમાંથી ઉતારતા પણ જોઇ શકાય છે.

Similar News