વડોદરા:સંસ્કારી નગરીમાં અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાયો,મોટી સંખ્યામાં લોકો જોડાયા

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વડોદરામાં રોડ શો કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી.

Update: 2024-04-28 05:38 GMT

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વડોદરામાં રોડ શો કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી.

કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતમાં હતા.અમિત શાહે વડોદરા શહેરમાં રોડ શો કર્યો હતો. જેમાં તેઓએ ખુલ્લા વાહનમાં લોકસંપર્ક કર્યો હતો. સમાપન સ્થળે અમિત શાહે જય શ્રી રામના નારા લગાવડાવ્યા હતા. બાદમાં સમાપન સંબોધનમાં કહ્યું હતું કે, ભરુચ, ગોધરા અને વડોદરામાં સર્વત્ર ભાજપની લહેર છે. અયોધ્યા રામ મંદિરના દર્શન કરી આવવા જણાવ્યું હતું. દરમિયાન મોદી મોદીના જય જય કાર થયા હતા.સમગ્ર રોડ શોના રૂટ ઉપર મોદીની ગેરંટીની સ્પીચ અને 400 પારનું ગીત ગૂંજતુ રહ્યું હતું. વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર હિમાંશુના પ્રચાર અર્થે ભવ્ય રોડ શો યોજાયો હતો. આ રોડ શો ઋણમુક્તેશ્વર મહાદેવથી શરૂ થઈ ચોખંડી નાની શાકમાર્કેટ, ગેન્ડીગેટ રોડ, થઈ માંડવી, લેહેરીપુરા, ન્યાય મંદિર, રાજમહેલ રોડ થઈ માર્કેટ ચાર રસ્તા ખાતે સંપન્ન થયો હતો.

Tags:    

Similar News