લોકડાઉનમાં મોબાઈલ નેટવર્ક કંપનીઓ દ્વારા વિશેષ સુવિધા, હવે ઘરે બેઠા મળશે સિમકાર્ડ !

Update: 2020-04-08 07:19 GMT

એરટેલ, વોડાફોન, આઇડિયા, રિલાયન્સ જિઓ, બીએસએનએલ તમામ ટેલિકોમ કંપનીઓ ઘરે ઘરે તેમના વપરાશકારો માટે હોમ ડિલીવરી અને નંબર એક્ટિવેશનની યોજના પર કામ કરી રહી છે. હાલમાં દેશભરમાં કોરોનાવાયરસ રોગચાળાને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે યુઝર્સને નવું કનેક્શન મેળવવામાં અને સિમ એક્ટિવેટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જે રીતે કોરોનાવાયરસથી પોઝિટિવ કેસમાં વધારો થયો છે, તેવી આશંકા વર્તાઇ રહી છે કે લોકડાઉન વધારી શકાશે. આ સંજોગોને ધ્યાનમાં લઈ, ટેલિકોમ કંપનીઓની આ નવી યોજનાથી વપરાશકર્તાઓને રાહત મળી શકે છે.

લોકોની દૈનિક જરૂરિયાતોમાં દુરસંચાર સેવાઓને પણ

શામેલ કરવામાં આવેલ છે. આને કારણે, તમામ ટેલિકોમ કંપનીઓએ લોકડાઉન

પર રિચાર્જ ન કરવામાં આવે તો પણ ઇનકમિંગ કોલની સુવિધા બંધ કરી નથી. મીડિયા અહેવાલો

અનુસાર, ટેલિકોમ કંપનીઓએ ચકાસણી પ્રક્રિયા રાખવા માટે નવા

કનેક્શન્સ અને સિમ સ્વેપ માટે દુરસંચાર વિભાગની મંજૂરી માંગી છે. જો દુરસંચાર વિભાગ

અને ટ્રાઇ ટેલિકોમ કંપનીઓની આ માંગને મંજૂરી મળે છે, તો

વપરાશકર્તાઓ ઘરે ઘરે સીમકાર્ડ પહોંચાડી શકાશે.

Tags:    

Similar News