Jonny Bairstowના રન આઉટ વિવાદ વચ્ચે, PM ઋષિ સુનકે ઓસ્ટ્રેલિયા પર કટાક્ષ કર્યો, ખેલદિલી વિશે કહી મોટી વાત

લોર્ડ્સ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ ટીમના સ્ટાર બેટ્સમેન જોની બેરસ્ટોના રન આઉટ થવાને લઈને હોબાળો થયો છે.

Update: 2023-07-04 04:59 GMT

લોર્ડ્સ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ ટીમના સ્ટાર બેટ્સમેન જોની બેરસ્ટોના રન આઉટ થવાને લઈને હોબાળો થયો છે. ભારતીય મૂળના પ્રથમ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે હવે આ મામલે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને ટોણો માર્યો છે.

તેનું માનવું છે કે કેપ્ટન બેન સ્ટોક્સે સાચું કહ્યું હતું કે આ સ્ટમ્પિંગ રમતની ભાવના વિરુદ્ધ છે. તેણે સ્ટોક્સના નિવેદનને સમર્થન આપતા નિવેદન આપ્યું છે. આવો જાણીએ ઋષિ સુનકે શું કહ્યું?

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી એશિઝ ટેસ્ટ (ENG vs AUS)માં ઓસ્ટ્રેલિયા 43 રને જીત્યું હતું. જોની બેયરસ્ટોનો રન આઉટ આ ટેસ્ટમાં સૌથી વધુ વિવાદાસ્પદ રહ્યો હતો, જેણે દરેક જગ્યાએ હેડલાઈન્સ બનાવી છે.

બ્રિટિશ વડાપ્રધા ઋષિ સુનકે મીડિયા બ્રીફમાં જણાવ્યું કે, વડાપ્રધાન સુનક આ મુદ્દે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ સાથે સહમત છે. સ્ટોક્સે વધુમાં કહ્યું કે આ પ્રકારનો રન આઉટ રમતની ભાવનાની વિરુદ્ધ છે. અમે ઓસ્ટ્રેલિયા જેવી મેચો જીતવા માંગતા નથી.

Tags:    

Similar News