AUS vs WI : બીજી ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયા ટીમ માટે સારા સમાચાર, સ્ટાર બેટ્સમેન સંપૂર્ણપણે ફિટ, બાઉન્સરથી તૂટ્યું હતું જડબું

ઉસ્માન ખ્વાજા વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં રમતા જોવા મળશે. ખ્વાજાને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ફિટ જાહેર કર્યો છે.

Update: 2024-01-22 08:44 GMT

ઉસ્માન ખ્વાજા વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં રમતા જોવા મળશે. ખ્વાજાને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ફિટ જાહેર કર્યો છે. બાઉન્સરથી ઈજાગ્રસ્ત થયા બાદ ખ્વાજાને ઉશ્કેરાટના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગમાં બેટિંગ કરતી વખતે ઉસ્માન ખ્વાજા વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર શમર જોસેફના હાથે ઈજાગ્રસ્ત થયો હતો.

વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા ઓસ્ટ્રેલિયા (AUS vs WI) ટીમ માટે રાહતના સમાચાર છે. ટીમનો સ્ટાર ઓપનર ઉસ્માન ખ્વાજા સંપૂર્ણ રીતે ફિટ છે, અને તે બીજી ટેસ્ટમાં ટીમનો ભાગ હશે. પ્રથમ ટેસ્ટમાં બેટિંગ કરતી વખતે શમર જોસેફના બાઉન્સરથી ખ્વાજા ખરાબ રીતે ઘાયલ થયો હતો, અને તેને મેદાન છોડવું પડ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનાર બીજી ટેસ્ટ મેચમાં રમતા જોવા મળશે. ખ્વાજાને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ફિટ જાહેર કર્યો છે. બાઉન્સરથી ઈજાગ્રસ્ત થયા બાદ ખ્વાજાને ઉશ્કેરાટના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. આ કારણથી ઓપનિંગ બેટ્સમેનને બીજી ટેસ્ટ રમવા માટે ફિટ જાહેર કરવામાં આવ્યો છે. ખ્વાજા બીજી ટેસ્ટમાં સ્ટીવ સ્મિથ સાથે ઓપનિંગ કરતા જોવા મળશે. પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગમાં બેટિંગ કરતી વખતે ઉસ્માન ખ્વાજા વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર શમર જોસેફના હાથે ઈજાગ્રસ્ત થયો હતો. જોસેફનો ઉછળતો બોલ સીધો ખ્વાજાના જડબા પર વાગ્યો, જેના કારણે તે ખૂબ જ પીડામાં જોવા મળ્યો. ખ્વાજા લાંબા સમય સુધી ફિઝિયો સાથે મેદાન પર હાજર રહ્યો, પરંતુ અંતે તેને બહાર જવું પડ્યું હતું.

Tags:    

Similar News