દિલ્હી કેપિટલ્સે શેન વોટસનને કર્યો સહાયક કોચ તરીકે નિયુક્ત

ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સિઝન શરૂ થાય તે પહેલા જ ટીમોએ પોતાની રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે.

Update: 2022-03-15 11:48 GMT

ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સિઝન શરૂ થાય તે પહેલા જ ટીમોએ પોતાની રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. સપોર્ટિંગ સ્ટાફ અંગે દિલ્હી કેપિટલ્સ દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસનને સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દિલ્હી કેપિટલ્સે મંગળવારે જાહેરાત કરી કે શેન વોટસન આસિસ્ટન્ટ કોટ તરીકે ટીમ સાથે જોડાશે. ટીમમાં પહેલાથી જ રિકી પોન્ટિંગ (મુખ્ય કોચ), પ્રવીણ આમરે (સહાયક કોચ), અજીત અગરકર (સહાયક કોચ), જેમ્સ હોપ્સ (બોલિંગ કોચ) છે.

નવી જવાબદારી પર શેન વોટસને નિવેદન આપ્યું છે કે IPLની ગણતરી વિશ્વની સર્વશ્રેષ્ઠ લીગમાં થાય છે. મારી પાસે એક ખેલાડી તરીકે અહીં અદ્ભુત યાદો છે. દિલ્હીમાં જોડાઈને તે રિકી અને બીજા બધાની સાથે ટીમને આગળ લઈ જવાનો પ્રયાસ કરશે.

Tags:    

Similar News