યુવરાજ સિંહ બન્યા પિતા, હેઝલે પુત્રને આપ્યો જન્મ

ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ પિતા બની ગયા છે. મંગળવારે તેની પત્ની હેઝલ કીચે પુત્રને જન્મ આપ્યો હતો.

Update: 2022-01-26 04:15 GMT

ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ પિતા બની ગયા છે. મંગળવારે તેની પત્ની હેઝલ કીચે પુત્રને જન્મ આપ્યો હતો. યુવીએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. યુવરાજે લખ્યું, 'અમારા તમામ ચાહકો, પરિવાર અને મિત્રોને, અમને જણાવતા આનંદ થાય છે કે આજે ભગવાને અમને એક બાળકનો આશીર્વાદ આપ્યો છે. અમને આ આશીર્વાદ આપવા બદલ અમે ભગવાનનો આભાર માનીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે તમે અમારી ગોપનીયતાનો આદર કરો કારણ કે અમે નાનાનું વિશ્વમાં સ્વાગત કરીએ છીએ. લવ, હેઝલ અને યુવરાજ.

Tags:    

Similar News