IND vs ENG : ઈંગ્લેન્ડ સામે જીતનો છગ્ગો મારવા ઉતરશે ટીમ ઈન્ડિયા, જાણો ભારતની સંભવિત પ્લેઇંગ 11

ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને આજે તે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ટૂર્નામેન્ટમાંથી બહાર કરવાનો પ્રયાસ કરશે.

Update: 2023-10-29 04:29 GMT

ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને આજે તે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ટૂર્નામેન્ટમાંથી બહાર કરવાનો પ્રયાસ કરશે. જોસ બટલરની આગેવાનીમાં ઇંગ્લેન્ડ પાંચમાંથી ચાર મેચ હારી ચૂક્યું છે અને જો તે આજે હારી જશે તો સેમિફાઇનલની રેસમાંથી બહાર થઇ જશે. રોહિત શર્મા આ પ્લેઈંગ 11 સાથે ઈંગ્લેન્ડને હરાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ચૂકી ગયા બાદ હાર્દિક પંડ્યા માટે ઈંગ્લેન્ડ સામે રમવું ખૂબ મુશ્કેલ દેખાઈ રહ્યું છે. હાર્દિક હજુ સુધી તેની ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યો નથી. ભારતીય ટીમ મેનેજમેન્ટ હાર્દિકની ઈજાને લઈને ઉતાવળમાં કંઈ કરવા ઈચ્છતું નથી. જો હાર્દિક ઈંગ્લેન્ડ સામે મેદાનમાં નહીં ઉતરે તો કેપ્ટન રોહિત ફરી એકવાર સૂર્યકુમાર યાદવ પર વિશ્વાસ બતાવી શકે છે.

લખનઉનું એકાના સ્ટેડિયમ સ્પિન બોલરોને ઘણી મદદ કરે છે. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત ત્રણ સ્પિનરો સાથે ઈંગ્લેન્ડ સામે મેદાનમાં ઉતરી શકે છે. પ્લેઈંગ ઈલેવનમાં રવિચંદ્રન અશ્વિનની એન્ટ્રી નિશ્ચિત માનવામાં આવે છે. જો અશ્વિન પ્લેઈંગ ઈલેવનમાં પાછો ફરે છે તો મોહમ્મદ શમી અથવા સિરાજમાંથી કોઈ એકને બેંચ પર બેસવું પડી શકે છે. શમીએ છેલ્લી મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી. એટલે કે તાજેતરના ફોર્મને જોતા સિરાજને આરામ આપવામાં આવી શકે છે.

ટીમ ઈન્ડિયા સંભવિત પ્લેઈંગ ૧૧ :

રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી/ મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ.

Tags:    

Similar News