IPL-2021: પ્લેઑફમાંથી નીકળ્યા બાદ રોહિત શર્માનો ભાવુક મેસેજ, લોકોએ કહ્યું મેચ હાર્યા પણ દિલ જીત્યા

આઈપીએલ 2021માં ચાલુ વર્ષે મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન કંગાળ રહ્યું છે અને આ ટીમે સેમી ફાઈનલમાં પણ સ્થાન પ્રાપ્ત કર્યુ નથી

Update: 2021-10-10 09:12 GMT

આઈપીએલ 2021માં ચાલુ વર્ષે મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન કંગાળ રહ્યું છે અને આ ટીમે સેમી ફાઈનલમાં પણ સ્થાન પ્રાપ્ત કર્યુ નથી. મુંબઈ ટીમની નજર ચાલુ વર્ષે આઈપીએલમાં ખિતાબી હેટ્રીક લગાવવા પર હતી. પરંતુ ટીમનું આ સપનું અધુરૂ રહી ગયુ. સેમિ ફાઈનલમાં સ્થાન ગુમાવ્યાં બાદ પણ કેપ્ટન રોહિત શર્માએ ટીમના ખેલાડીઓનો ઉત્સાહ વધારતા કહ્યું છે કે, અમે આઈપીએલમાં છેલ્લી બે-ત્રણ સિઝનમાં ઘણુ પ્રાપ્ત કર્યુ છે. અમને આ વખતે સિદ્ધી મળી નથી. તેનો અર્થ એ નથી કે અમે ઘણુ બધુ ગુમાવી દીધુ છે. તેમ છતાં અમારા સકારાત્મક પ્રયાસ ચાલુ રહેશે. ઈન્સ્ટાગ્રામ પર રોહિતે ટીમ તરફથી લખેલા મેસેજમાં લખ્યું છે, આઈપીએલની આ સિઝનમાં ખૂબ ઉતાર-ચઢાવ આવ્યાં. અમે આ સિઝનમાં ખૂબ શીખ્યું છે. એક ટીમ તરીકે આપણે નિરાશ થવાની જરૂર નથી. અમે છેલ્લી બે-ત્રણ સિઝનમાં ઘણુ પ્રાપ્ત કર્યુ છે, ચાલુ વર્ષે 14 મેચો આ સિદ્ધીઓને ઘટાડી શકે તેમ નથી. જે આ ગ્રુપે પ્રાપ્ત કરી છે. બ્લૂ અને ગોલ્ડ જરસી પહેરનારા દરેક ખેલાડીએ ગર્વની સાથે પોતાની મેચ રમી છે. જે પણ ખેલાડી મેદાનમાં ઉતર્યો છે, તેને સારી મેચ રમવાના સંપૂર્ણ પ્રયાસ કર્યા છે. આ એક વાત છે, જે અમને એક પરિવારની જેમ રાખે છે. વર્તમાન ચેમ્પિયન મુંબઈની ટીમ ચાલુ વર્ષે આઈપીએલના પોઈન્ટ ટેબલમાં 14 પોઈન્ટની સાથે પાંચમા ક્રમાકે રહી. 14 મેચ બાદ મુંબઈ અને કેકેઆર બંને ટીમોના સમાન પોઈન્ટ હતા. પરંતુ સારી રનરેટના આધારે કેકેઆરે પ્લેઓફની ટિકિટ લીધી. ઉલ્લેખનીય છે કે, મુંબઈની ટીમે સૌથી વધુ પાંચ વખત આઈપીએલના ખિતાબ પર કબજો જમાવ્યો છે.

Tags:    

Similar News