IPL 2022: નવી ટીમમાં હાર્દિક સહિત આ 3 ખેલાડીઓની ડિલ નક્કી

IPL 2022 સીઝન માર્ચ-એપ્રિલમાં શરુ થઈ શકે છે. આ સિઝનમાં બે નવી ટીમ પણ જોડાશે.જે અમદાવાદ અને લખનૌ છે.

Update: 2022-01-18 05:38 GMT

IPL 2022 સીઝન માર્ચ-એપ્રિલમાં શરુ થઈ શકે છે. આ સિઝનમાં બે નવી ટીમ પણ જોડાશે.જે અમદાવાદ અને લખનૌ છે. બંને એ પોતાના ત્રણ-ત્રણ ખેલાડી 'રીટેન' કરવાના છે ઇન્ડિયન પ્રીમિયર લીગ ( IPL)સીઝન આગામી માર્ચ -એપ્રિલમાં શરૂ થઇ શકે છે. આ માટે મેગા ઓક્શન પણ 12- 13 ફેબ્રુઆરી બેંગ્લુરૂમાં થશે.

આ સિઝનમાં બે નવી ટીમ પણ જોડાશે.અમદાવાદ અને લખનૌ. આ બંને ટીમે પોતાના ત્રણ -ત્રણ ખેલાડી 'રિટેન' કરવાના છે. BCCIએ આ માટેની અંતિમ તારીખ 22 જાન્યુઆરી નક્કી કરી છે.બંને ટીમોએ પોતાના ત્રણ -ત્રણ ખેલાડી 'રિટેન કરવાની તૈયારીઓ કરી લીધી છે.પણ હજુ સુધી કાયદેસર જાહેરાત નથી કરી.અમદાવાદે ત્રણ ખેલાડી પસંદ કરી લીધા છે. આ ખેલાડીઓમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા,ઓપનર શુભમન ગિલ અને અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન હશે.હાર્દિક સુકાની પદ સોંપાઈ શકે છે. આ પહેલા હાર્દિક મુંબઈ ઇન્ડિયન્સ રાશિદ સનરાઇઝર્સ હૈદરાબાદ હાર્દિક અને રાશિદ 15-15 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે શુભમ ને 7 કરોડ મળશે . નિયમ પ્રમાણે ત્રણ ખેલાડી 'રિટેન' કરવા પર 15, 15, અને 7 કરોડ જ આપી શકાય છે આ નવી સિઝનમાં જોડાનારી બે નવી ટીમની નીલામીમાં BCCIને 12,725 કરોડની કમાણી થઇ છે. લખનૌ ટીમને સંજીવ ગોએન્કા ગ્રુપે 7090 કરોડની બોલી લગાવી ખરીદી છે .જ્યારે વિદેશી કંપની CVC ગ્રુપે અમદાવાદ ટીમ 5,625 કરોડની બોલી લગાવીને ખરીદી છે અમદાવાદ ફ્રેન્ચાઇઝીએ પોતાનો કોચિંગ સ્ટાફ પણ તૈયાર કરી લીધો છે.જેમાં ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નહેરા,અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન ગેરી કર્સ્ટન સાથે ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન વિક્રમ સોલંકી પણ હશે.વિક્રમ અત્યારે ઈંગ્લીશ કાઉન્ટી કલબ સરેનાં હેડ કોચ અને ટીમ ડાયરેક્ટર પણ છે

Tags:    

Similar News