IPL 2022: લખનૌની ધમાકેદાર બેટિંગ, ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 માં ગુરુવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી.

Update: 2022-04-01 02:50 GMT

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 માં ગુરુવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 210 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. પરંતુ લખનૌ સુપર જાયન્ટ્સની ધમાકેદાર બેટિંગ સામે તે પણ વામન સાબિત થયો. છેલ્લી ઓવરમાં લખનૌના ધડાકાની મદદથી ટીમે 6 વિકેટે જીત મેળવી હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં લખનૌ સુપર જાયન્ટ્સની આ પ્રથમ જીત છે. જે યાદગાર સાબિત થઈ છે. લખનૌની ટીમે 19.3 ઓવરમાં 211 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

લખનૌ સુપર જાયન્ટ્સની ટીમને છેલ્લી બે ઓવરમાં 34 રનની જરૂર હતી. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે બોલ શિવમ દુબેને આપ્યો હતો. પરંતુ તેના પહેલા બોલ પર જ આયુષ બદોનીએ સિક્સર ફટકારી હતી જેના પછી મેચ સંપૂર્ણપણે અટકી ગઈ હતી. આવા સમયે 22 વર્ષના આયુષ બદોનીએ લખનૌનું ભાગ્ય બદલી નાખ્યું.

Tags:    

Similar News