સુરત: અનામતનો હક્ક હોવા છતાં અનામત મેળવવા ધરણા

Update: 2018-09-24 09:56 GMT

સુરતમાં વસતા પરપ્રાંતીય SC, ST અને OBCને ગુજરાતમાં અનામતનો લાભ ન મળતા આજ રોજ સુરત કલેક્ટર કચેરી બહાર મોટી સંખ્યામાં SC, ST, OBC સમાજના લોકો એક દિવસી ધરણા પર ઉતર્યા હતા.

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં વસતા SC,ST,OBC પરપ્રાંતીય લોકોની અનામત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાના આરોપને લઈ સુરતમાં વિરોધ જોવા મળ્યો હતો. ગુજરાત રાજ્યમાં વસતા SC,ST,OBC,કેટેગીરીના લોકોને જાતિ પ્રમાણ પત્ર મળે અને અનામતનો લાભ મળે જેને લઈ કલેકટર કચેરી બહાર એક દિવસી ધરણા ઉપર બેઠા હતા. જો સરકાર દ્વારા માંગ નહીં સ્વીકારવામાં આવે તો ગુજરાત ભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપવામાં આવી હતી.

 

Similar News