સુરત : સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની ચાવી ગુમ, દોઢ કલાક સુધી મૃતદેહ રઝળ્યો

Update: 2020-02-22 06:55 GMT

સુરત શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ગત રાત્રિ દરમ્યાન આશરે દોઢ કલાક સુધી મૃતદેહ રઝળતી હાલતમાં રહ્યો હોવાનું સામે આવ્યું હતું. જેમાં પોસ્ટમોર્ટમ રૂમની ચાવી સિવિલ હોસ્પિટલનો કર્મચારી પોતાના સાથે લઈ જતાં ભારે વિવાદ સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર, ગત શુક્રવારની રાત્રિએ ઉધનાના લિંબાયત વિસ્તારમાં આવેલા વિનોબાનગરમાં રહેતા 50 વર્ષીય રાવ સાહેબ પાટીલનું લિવર તેમજ માઈગ્રેનની બીમારીથી પીડાતા મોત નીપજ્યું હતું, ત્યારે તેમના મૃતદેહને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ પોસ્ટમોર્ટમ રૂમની ચાવી હોસ્પિટલનો કર્મચારી પોતાના સાથે લઈ જતાં પરિવાર ધક્કે ચઢ્યો હતો, ત્યારે લગભગ દોઢ કલાક બાદ સિવિલ હોસ્પિટલના અન્ય કર્મચારીએ પથ્થર મારીને પોસ્ટમોર્ટમ રૂમનું તાળું તોડી પાડ્યું હતું. પોસ્ટમોર્ટમ રૂમનું તાળું તોડ્યું હતું તે દરમ્યાન સમગ્ર ઘટનાનો વીડિયો પરિવારના સભ્યોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. દોઢ કલાક બાદ મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો, ત્યારે સિવિલ હોસ્પિટલના તબીબોએ સહકાર નહીં આપ્યો હોવાનો પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો હતો.

Similar News