સુરત : કોરોના સંક્રમણથી એક્ટિવ કેસની સંખ્યામાં વધારો, મૃત્યુઆંક 1137 પર સ્થિર

Update: 2021-02-22 08:52 GMT

સુરત જીલ્લામાં કોરોના સંક્રમણ સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. વહીવટી દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પોઝિટિવની સંખ્યા વધીને 53,312 થઈ ગઈ છે. તો સાથે જ શહેર અને જિલ્લામાંથી ડિસ્ચાર્જની કુલ સંખ્યા વધીને 51,812 થઈ છે, ત્યારે મૃત્યુઆંક પણ 1137 પર સ્થિર રહેવા પામ્યો છે. જોકે હાલ સમગ્ર જિલ્લામાં કુલ 363 જેટલા કોરોનાના એક્ટિવ નોંધાયા છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અસર સાથે જ રાજ્ય બહારથી આવતા લોકોના કારણે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે સુરત જીલ્લામાં પોઝિટિવ દર્દીની સંખ્યા 53,312 સુધી પહોચી જવા પામી છે. અત્યાર સુધીમાં 51812 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેરમાં રોજ સામે આવી રહેલા પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતા એક્ટિવ કેસની સંખ્યામાં પણ હવે સતત વધારો થઈ રહ્યો છે. સમગ્ર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 363 નોંધાઈ છે. જ્યારે છેલ્લા 13 દિવસમાં એક્ટિવ કેસમાં 104નો વધારો નોંધાયો છે. હેલ્થ વર્કરો અને ફ્રન્ટ લાઈન વર્કરોમાં ઝડપથી કોરોનાનું સંક્રમણ ફેલાવાની શક્યતા રહેલી છે. આગામી માર્ચના પ્રથમ સપ્તાહથી 50 વર્ષથી વધુ વય ધરાવતા તેમજ કો-મોર્બિડ દર્દીઓને પણ હવે વેક્સીન આપવા માટે પાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આ‌વી છે. જોકે સુરતમાં મૃત્યુયાંક સ્થિત રહેતા અત્યાર સુધીમાં 1137 લોકોના મોત થયા હોવાનું નોંધાયુ છે. તો સાથે જ શહેરની કોઈ પણ શાળા-કોલેજ કે ટ્યુશન ક્લાસમાં કોરોનાના કેસ મળશે તો તાત્કાલિક જે તે શૈક્ષણિક સંસ્થાને 14 દિવસ માટે બંધ કરવામાં આવશે.

Tags:    

Similar News