સુરત: કોર્પોરેટરોનાં પગારમાં ત્રણ ગણો વધારો, પાલિકાને વર્ષે રૂ. 1.39 કરોડનો બોજો

Update: 2018-09-21 05:53 GMT

સ્ટેન્ડીગ કમિટીએ દરખાસ્તને આપી મંજુરી, મનપાની સામાન્ય સભામાં આખરી મહોર લાગશે

થોડા દિવસ પહેલાં વિધાનસભામાં ધારાસભ્યનાં પગાર વધારાને બહાલી આપવામાં આવી હતી. જે બાદ હવે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ પણ મેદાનમાં આવી છે. ત્યારે સુરત મનપા દ્વારા કોર્પોરેટરોનાં પગારમાં ત્રણ ગણો વધારો દર્શાવ્યો છે.

પાલિકામાં 29 વોર્ડમાં 116 કોર્પોરેટરો છે જેનું હાલમાં વેતન 5000 છે. તે વધીને હવે 15 હજાર થઈ જશે. મુખ્યમંત્રીએ 8 મહાનગરપાલિકાના કોર્પોરેટરના વેતન વધારાની જાહેરાત આગાઉથી જ કરી દીધી હતી. કોર્પોરેટરોનાં પગારવધારાથી પાલિકાની તિજોરી ઉપર વાર્ષિક રૂપિયા 1.39 કરોડનો બોજો પડશે.

Similar News