સુરત : કામરેજના 10થી વધુ ગામો વિકાસથી વંચિત, મનપામાં જોડવાની કરી માંગ

Update: 2020-01-05 11:20 GMT

કામરેજ નાગરિક સમિતિના નેજા હેઠળ યોજી મૌન રેલી

સુરત

જિલ્લાના કામરેજ તાલુકાના 10થી વધારે

ગામો તથા સોસાયટી વિસ્તારના લોકોએ મહા નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ

સાથે મૌન રેલી યોજી હતી. 

સુરત જિલ્લા ના કામરેજ તેમજ ઓલપાડ તાલુકાના કેટલાક ગામડાઓને મહાનગર પાલિકામાં સમાવવાના સમર્થનમાં તથા વિરોધમાં ચાલી રહેલાં આંદોલનો રંગ પકડી રહયાં છે. નાગરિક એકતા સમિતિના નેજા સૌરાષ્ટ્રવાસીઓની ૩૦ થી વધુ સોસાયટીના રહીશો અને વેલંજા, ખોલવડ, લસકાણા, કઠોદરા, પાસોદરા, ભાદા, વાલક, ખડસદ, નવાગામ, અબ્રામાના ગ્રામજનોએ એકત્ર થઇ આ ગામોને સુરત શહેરમાં જોડવા બુલંદ માંગ કરી રહ્યા છે.

ગ્રામજનોએ આક્રોશ ઠાલવી જણાવ્યું હતું કે અમારા આ ૧૦ ગામો આજે પણ વિકાસ કામોથી વંચિત છે. જેથી અમારા ગામોનો સુરત શહેરમાં સમાવેશ કરી શહેરના લોકોને મળતી પાણી, શિક્ષણ, ફાયર, તરૂણ કુંડ, ગાર્ડન, કોમ્યુનિટી હોલ, સીટી બસ, પાકા રોડ, ગટર, વિજળી, લાયબ્રેરી, વાંચનાલય સહિતની સુવિધાઓ મળવી જોઇએ.

Tags:    

Similar News