સુરત : ઝીંગા ફાર્મરો પાસેથી હાર્દિક પટેલે ધારાસભ્યના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા! કૌભાંડનો થયો પર્દાફાશ

Update: 2020-12-06 12:46 GMT

સુરતમાં ભાજપના ધારાસભ્યને બદનામ કરવા વધુ એક કારસ્તાનનો પર્દાફાશ થયો છે. ઝીંગા તળાવની મંજૂરી આપવાના બહાના હેઠળ અનેક લોકો પાસેથી કરોડો રૂપિયાનું ઉઘરાણું કરી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, સમગ્ર મામલે ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત જિલ્લાના ઓલપાડ અને ચોર્યાસી તાલુકામાં ઝીંગા તળાવનો મસમોટો વેપલો ચાલી રહ્યો છે. અહીં કાયદેસર અને ગેરકાયદેસર એમ બંને પ્રકારના તળાવો આવેલા છે. ઝીંગા તળાવની ખેતીમાં લાખો-કરોડો રૂપિયા એક જ પાકમાં મેળવી શકાય એમ હોવાથી ઝીંગા ફાર્મરો દેવું કરીને પણ આ ધંધામાં ઝંપલાવતા આવ્યા છે. જોકે, ઓલપાડમાં ઝીંગા તળાવની મંજૂરી ની આડમાં મસમોટુ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ઝીંગા તળાવની મંજૂરી આપવાના બહાને લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી ચિટિંગ કરાયું છે. ઝીંગા ફાર્મર સંદીપ પટેલની ફરિયાદ બાદ સમગ્ર મામલો બહાર આવ્યો છે.

માત્ર મોર કે તેના ગામના જ નહીં પરંતુ ઓલપાડ અને ચોર્યાસી તાલુકામાં અસંખ્ય લોકો આરોપી હાર્દિક ની વાત માં આવીને ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું છે. બે-પાંચ લાખ નહીં પરંતુ આશરે 10 થી 12 કરોડ જેટલી માતબર રકમનું ઉઘરાણું કરાયું હોવાનું ખુદ ધારાસભ્ય મુકેશ પટેલ નું કહેવું છે. એટલું જ નહીં પરંતુ આ પ્રકરણ જયારે બહાર આવ્યું ત્યારે ધારાસભ્ય મુકેશ પટેલ પણ ચોંકી ઉઠ્યા હતા. કારસ્તાન કરનાર હાર્દીક પટેલ ભાજપ નો જ કાર્યકર હોવાનું પણ સામે આવ્યું છે.

ફરિયાદી સંદીપ જેવા અનેક યુવાનો હાર્દિકનો ભોગ બન્યા છે. સમગ્ર મામલે હાલ તો ઓલપાડ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી ભેસ્તાન વિસ્તારમાં રહેતો હાર્દિક કાંતિ પટેલ ને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News