સુરતઃ જય કનૈયાલાલ ના નાદ સાથે શહેરમાં ઠેરઠેર મટકી ફોડના કાર્યક્રમ

Update: 2018-09-03 13:30 GMT

શહેરીજનોમાં જન્માષ્ટમી ઉત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

જન્માષ્ટમીના પર્વેને લઈને સુરત શહેરમાં સવારથી જ મટકી ફોડ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. સુરત ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ ગોવિંદ ઉત્સવ યોજવામાં આવ્યો હતો. સુરતના વિવિધ ગોવિંદ મંડળ દ્વારા ઢોલના નગારાના તાલે લેઝીમ ડાન્સ કરી અનોખી રીતે પીરામીટ બનાવી શક્તિ પ્રદર્શન કરી એકતા બતાવી. જયારે સુરતમાં સવારથીજ વરસી રહેલા વરસાદની મજા માણી ને ઉત્સા થી મટકી ફોડની સાથે લેઝીમ ડાન્સ થી નૃત્ય કરી સુરત શહેરમાં ભાગળ ચાર રસ્તા પાસે જય ગોવિંદના નારા સાથે મટકી ફોડવામાં આવી. શહેરીજનોમાં જન્માષ્ટમી ઉત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Tags:    

Similar News