સુરત: જનતા કરફ્યુના કારણે જડબે સલાક બંધ, ડ્રોન કેમેરા દ્વારા લેવાયા સુમસાન માર્ગના દ્રશ્યો

Update: 2020-03-22 07:10 GMT

સુરત શહેરમાં જનતા કરફ્યુની ભારે અસર જોવા મળી હતી. સુરતના તમામ વિસ્તારોના માર્ગ સુમસાન થતાં જડબે સલાક બંધ જોવા મળ્યો હતો, ત્યારે ડ્રોન કેમેરા દ્વારા લેવાયેલા સુમસાન માર્ગના દ્રશ્યો નિહાળો.

સુરત શહેરના રિંગ રોડ વિસ્તરમાં વહેલી સવારથી જ તમામ માર્કેટ અને દુકાનો બંધ જોવા મળી હતા. જ્યાં સામાન્ય દિવસોમાં લાખો લોકોની અવર-જવર થતી હોય તેવા માર્કેટ વિસ્તારના તમામ માર્ગો સુમસાન જોવા મળ્યા હતા, ત્યારે સુરતના સુમસાન માર્ગના ડ્રોન કેમેરા દ્વારા દ્રશ્યો લેવામાં આવ્યા હતા. આપ જોઈ શકો છો કે, ડ્રોન કેમેરા દ્વારા લેવાયેલા એરિયલ વ્યુવમાં સુરત શહેર કેવું લાગી રહ્યું છે..!

Similar News