સુરેન્દ્રનગર : ચૈત્રી વદ સાતમે ધ્રાંગધ્રા સ્થિત શીતળા માતાના મંદિરે ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર…

શીતળા માતાજીના મંદિરનું અનેરું મહત્વ છે.

Update: 2024-04-30 11:29 GMT

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના અતિ પૌરાણિક માનવામાં આવતા શીતળા માતાજીના મંદિરનું અનેરું મહત્વ છે. શ્રાવણ વદ સાતમ અને ચૈત્રી વદ સાતમના દિવસે અહી દૂર દૂરથી ભક્તો દર્શને આવે છે. કહેવાય છે કે, શીતળા માતાજીનું આ મંદિર 200 વર્ષ જૂનું મંદિર છે.

અહી કેટલાક ભક્તો પોતાની માન્યતા મુજબ માનતા પણ રાખે છે. અહી પરણિત મહિલાઓ વહેલી સવારે દર્શન કર્યાં બાદ જ પોતાની દિનચર્યાની શરૂઆત કરે છે. આ સાથે જ મહિલાઓ ઠંડુ ભોજન આરોગી પોતાના બાળકો અને પરિવારની તંદુરસ્તી અને લાંબા આયુષ્ય માટે વ્રત રાખી શીતળા માતાજીની ભક્તિ સાથે આરાધના કરે છે.

Tags:    

Similar News