સુરત: કાપોદ્રા ખાતે ટ્રાફિક પોલીસ કર્મીનો લાંચ લેતો વિડિઓ થયો વાયરલ

Update: 2019-05-09 05:32 GMT

સુરત કાપોદ્રા ખાતે ટ્રાફિક પોલીસ કર્મચારીનો લાંચ લેતો વિડિઓ વાયરલ

ટ્રાફિક કર્મચારી ૧૦૦૦ની રસીદ આપવાની જગ્યાએ ૫૦૦ રૂપિયાની લાંચ લીધી

ટ્રાફિક ડી.સી.પી ડો.સુધીર દેસાઈએ વીડિયોના આધારે લાંચ લેનાર ટ્રાફિક પોલીસ વિરૂધ સચ્ચાઇ ચકાસવા તપાસ હાથ ધરી

સુરત કાપોદ્રા ખાતે ટ્રાફિક પોલીસ કર્મચારીનો લાંચ લેતો વિડિઓ વાયરલ થયો છે ટ્રાફિક કર્મચારી ૧૦૦૦ની રસીદ આપવાની જગ્યાએ ૫૦૦ રૂપિયાની લાંચ લીધી હતી.

કાપોદ્રા ચાર રસ્તા પાસે ટ્રાફિકમાં ફરજ બજાતો કર્મી આર. જે. પરમાર ટ્રાફિક વિભાગમાં એ.એસ.આઈ છે. જે બાઇક સવાર પાસેથી ૧૦૦૦ રૂપિયાનો દંડ વસુલી તેની રસીદ આપવાને બદલે તેની પાસેથી રૂપિયા ૫૦૦ની લાંચ લઈને વહીવટ કરી નાખ્યો હતો. બાઇક સવારે તેનો આખો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો.

સુરતના કાપોદ્રા વિસ્તારનો એક યુવક બાઇક પર જતા-જતા મોબાઇલ પર વાત કરતો હતો.જેનો તેને ટ્રાફિક પોલિસ દ્વારા રૂપિયા ૧૦૦૦નો દંડ ફટકારાયો હતો.પણ દંડ ની જગ્યાએ પોલીસ કર્મી માત્ર ૫૦૦ રૂપિયા લઈ લે છે અને તેની રસીદ નથી આપતો. બાઇક સવાર રસીદ માંગે ત્યારે એ.એસ.આઈ કહે છે કે ૧૦૦૦ રૂપિયા આપે તો તને રસીદ આપું. આ બાબતે ટ્રાફિક ડી.સી.પી ડો.સુધીર દેસાઈએ વીડિયોના આધારે લાંચ લેનાર ટ્રાફિક પોલીસ આર. જે. પરમાર વિરૂધ સચ્ચાઇ ચકાસવા તપાસ પણ હાથ ધરી છે.

 

Tags:    

Similar News