સુરતની કોર્ટે નારાયણ સાંઇને આજીવન કેદની સજા ફટકારી

Update: 2019-04-30 15:04 GMT

નારાયણ સાંઈ વિરુદ્ધ 6 ઓક્ટોબર 2013માં જહાંગીરપુરા પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઘટનામાં પીડિતા સાધકનો આરોપ હતો કે, નારાયણ સાઈએ તેની સાથે વર્ષ 2002થી વર્ષ 2005 સુધી દુષ્કર્મ નો શિકાર બનાવી હતી.

શુક્રવારના રોજ એડિશનલ સેશન્સ જજની કોર્ટ દ્વારા નારાયણ સહિત પાંચ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. જેમાં આજે સેશન્સ કોર્ટમાં બંનેને પક્ષોએ દલીલો કરી હતી. ફરિયાદી પક્ષે દલીલ કરતા જણાવ્યું હતું કે, આ કેસમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરવામાં આવ્યું છે. અહીં પીડિતાના શરીરને જ નહીં આત્માને પણ દુઃખી કરાઈ છે. નારાયણે ધાર્મિક સ્થાનના ઉચ્ચ દરજ્જા પર બેસીને ગુનો કર્યો હોય તેને મહત્તમ જન્મટીપની સજા મળવી જોઈએ. બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ જજે ચુકાદો જાહેર કર્યો હતો

સાધિકા સાથેના દુષ્કર્મ કેસમાં સુરત સેશન કોર્ટે લંપટ સાધુ નારાયણ સાંઈને આજીવન કેદની સજા સંભળાવી છે. આ સાથે નારાયણ સાંઈને મદદ કરવા બદલ ગંગા, જમના અને સાધક હનુમાનને પણ 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત ડ્રાઈવર રમેશ મલ્હોત્રાને 6 માસની સજા અને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો કોર્ટે નારાયણ સાંઈને એક લાખ રુપિયાનો દંડ ફટકાર્યો છે. જો દંડની રકમ ભરવામાં નહીં આવે તો વધુ એક વર્ષની સજા કોર્ટે સંભળાવી છે. આ ઉપરાંત કોર્ટે દુષ્કર્મ કેસની પીડિતાને પાંચ લાખનું વળતર આપવા માટે પણ આદેશ કર્યો છે.

 

Tags:    

Similar News