કીમ : પીપોદરામાં ઓઇલના ગોડાઉનમાં આગ લાગતાં બે કામદાર દાઝી ગયાં

Update: 2020-03-14 10:36 GMT

સુરત જીલ્લાના પીપોદરા જીઆઇડીસીમાં આવેલાં ઓઇલના ગોડાઉનમાં કોઇ કારણોસર આગ ફાટી નીકળી હતી. આગની ઘટનામાં બે કામદારો દાઝી જતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

પીપોદરા જીઆઇડીસીમાં આવેલાં ઓઇલના ગોડાઉનમાં શનિવારની સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ઘારણ કરી લેતાં ધુમાડાના ગોટે ગોટા દુર દુર સુધી દેખાયાં હતાં. બનાવની જાણ થતાં લાશ્કરોની ચાર ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ બુઝાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આગની ઘટનામાં બે કામદારો દાઝી જતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. ગોડાઉનમાં ઓઇલના ડ્રમો હોવાના કારણે આગ વિકરાળ બની ગઇ હતી. આગ લાગવાનું કારણ હજી સુધી બહાર આવી શકયું નથી. ગોડાઉનમાં લાગેલી આગના કારણે પીપોદરા જીઆઇડીસીમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

Similar News