સુરત : ઓલપાડમાં જીંગા તળાવો તોડવાનો આદેશ પણ માફિયાઓ સામે તંત્ર લાચાર

Update: 2021-01-27 12:50 GMT

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં ગેરકાયદે રીતે ઉભા કરી દેવામાં આવેલાં જીંગા તળાવોને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પણ સ્થાનિક તંત્રએ માત્ર દેખાડો કરી તળાવ માફીયાઓની તરફેણ કરી હોવાના આક્ષેપો થઇ રહયાં છેે…

છેલ્લા ઘણા સમયથી ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં બનાવવામાં આવેલ ઝીંગા તળાવોને લઈ વિવાદ ચાલી રહ્યો છે. મોર, કુંડિયારા, આડમોર, મંદરોઇ સહિતના ગામોમાં હજારોથી વધુ ગેરકાયદેસર ઝીંગા તળાવો બનાવી દેવામાં આવ્યાં છે. ઝીંગા તળાવો ને કારણે ખાડીમાં પુરની સમસ્યા તેમજ કીમ નદીનું દરિયામાં જતું પાણી અવરોધાય રહયું છે. દર ચોમાસામાં નદી તેમજ ખાડીમાં પુર આવવાના કારણે ખેડુતોના ખેતરોમાં પાણી ભરાય જવાથી મોટુ નુકશાન વેઠવાનો વારો આવે છે. જીંગા તળાવો દુર કરવાની માંગ સાથે ગુજરાત ગ્રીન ટ્રીબ્યુનલ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદ આધારે 27 જાન્યુઆરીના રોજ તળાવો દુર કરવાના આદેશ કલેકટરે આપ્યાં હતાં.

કલેકટરના આદેશ મુજબ ઓલપાડ મામલતદાર અને પ્રાંત અધિકારીની ટીમે આજ સવારથી જ તાબોડતોડ પોલીસ બંદોબસ્ત સાથે તળાવો તોડવાનું શરૂ કર્યું હતું પણ આ કામગીરી દેખાડા પુરતી હોય તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહયાં છે. તળાવ માફિયાઓને વધુ એકવાર સ્વૈચ્છિક ડીમોલેશન માટેનો સમય આપી દેવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

Tags:    

Similar News