સુરતઃ PSIના ભાભીનો સર્વિસ રિવોલ્વરથી આપઘાત, પતિનું અગાઉ થયું હતું મોત

Update: 2018-09-25 07:05 GMT

પતિના મોત બાદ બે સંતાનોની માતાએ દિયરની સર્વિસ રિવોલ્વરથી ગોળીએ છોડી કર્યો આપઘાત

સુરતનાં રાંદેર પોલીસ લાઈનમાં રહેતા પીએસઆઈના ભાભીએ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. મહિલાના આપઘાતને પગલે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાથો સાથ પરિવારજનોનાં નિવેદન લેવાની સાથે વધુ તપાસ હાથ ધરી હતી.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="66570,66571,66572,66573"]

રાંદેર પોલીસ લાઈનમાં આવેલી બિલ્ડીંગ નંબર બી-3માં રહેતા અને ઝોન-2માં રીડત તરીકે સેવા આપતાં ભરત પરધાનેના ભાભી સ્મિતાએ અગમ્ય કારણોસર દિયરની સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લીધો હતો. કથિત રીતે તેઓ છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં હોવાથી આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસના ઉચ્ચઅધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. જેમાં પરિવારજનોની સાથે સાથે આડોશ પાડોશમાં રહેતા લોકોના પણ નિવેદન લેવામાં આવી રહ્યાં છે. હજુ સુધી પોલીસને કોઈ ચોક્કસ કારણ કે સુસાઈડ નોટ મળી નથી.

સ્મિતા પરધાનના પતિનું અગાઉ અવસાન થયું હતું. જેથી બે બાળકો સાથે રહેતી હતી. સ્મિતાના બે બાળકમાં એક 10માં ધોરણમાં અભ્યાસ કરે છે. સ્મિતાએ ઘરે કોઈ નહોતું ત્યારે સર્વિસ રિવોલ્વરથી લમણાંના ભાગે ગોળી ચલાવી આપધાત કરી લીધો હતો.

Similar News